ઘણીવાર એવો પ્રશ્ન થાય કે અભણ માણસ કવિતા લખી શકે? તમે જો નાના નાના અંતરિયાળ ગામડાઓમાં જાઓ તો તમને ઘણા એવા નાના કહેવાતા લોકોના મોઢે કાવ્યમય ભાષા ઝરતી સંભાળવા મળે ત્યારે ઉપરોક્ત પ્રશ્ન જવાબમાં આ ગઝલ...
...
ભઈ, આતો કવિતા છે, ઉમરને શું લાગેવળગે?
શબ્દો તો વગડાનું ધણ, ઘરને શું લાગેવળગે?
આખો, હૈયું, મનના ભાવો, ભરતી મોજા નાચે
અલગારી જીવ હો તો ભણતરને શું લાગેવળગે?
એ કવિતા, તારી સાથે મારો નાતો જુનો છે
જીભે મરચું, મીઠુ, સાકર ને શું લાગેવળગે?
કાયમ માટે ક્યાં કહું છું? આવી જો મહેમાન બની
તારે ક્યાં પગ છે? ઉબરને શું લાગેવળગે?
તરતો, ડૂબતો, ન્હાતો, ધોતો, મારી મરજી કરતો
ખળખળતા ભાષાના સાગરને શું લાગેવળગે?
== મંથન ડીસાકાર (સુરત)
Monday, 30 January 2017
ગઝલ
Labels:
મંથન ડીસાકર
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment