Tuesday, 3 January 2017

અછાંદસ

*હું મુક્ત મનનું પંખી*

હું મુક્ત મનનું પંખી
પૂરાયું સોનાના પાંજરે
ફડફડ કરે પાંખો
કેમ કરી!
મારે ઉડવું મને કે'જો

નસીબે મળી છે
મને બેડીઓ
બંધન તોડીને કયાં જાઉં
પ્હેરાવ્યો મને
ભાગ્યએ ડોકમાં ડેરો

દર્દ ને ના મળે વિસામો
આંસુ નો હું ખારો દરિયો
સુખ બોલાવે બાંહ ફેલાવી
પણ....
મારે લક્ષ્મણ રેખામાં આડી

કયાં કારણે હું મુંઝાઈ
જો ને પથ્થર થઈ મંડાઈ
આવો રામ વ્હેલા
પથ્થરમાં પ્રાણ પૂરો પ્હેલા
ને.....જીવંત કરો અહલ્યા. 

કાજલ કાંજિયા 'ફિઝા'

No comments:

Post a Comment