Tuesday, 3 January 2017

ગઝલ

આંગણે આવ્યો બની મહેમાન જે
સાવ અંગત,એ બની મળતો હતો.

આંખમાં લઇ રાહ તારી હું ઉભી,
મૌન રાગે એ વખત સરતો હતો.

પ્રેમ છે બસ એટલું કહેવું હતું,
એ બિચારો કેટલું ડરતો હતો.

આજ મધ્યાન્હે તપે સૂરજ ભલે,
ચાંદ પણ સોળે કળા ખીલતો હતો.

આ કલમની ધાર કાઢી મેં જરા,
એટલામાં એ તો થરથરતો હતો.
ડૉ અયના ત્રિવેદી
અયુ
સાંજી ગઝલ

No comments:

Post a Comment