Tuesday, 3 January 2017

ગઝલ

લાગણી ના ભાવ છલકાવી બધા
વય તણો આકાર માપે  છે  હવે.

સ્નેહ ની સીમા વટાવીને પછી
મન  તણું સંધાન  કાપે  છે હવે

પ્રેમને  પંથે  સફર  માં નોતરી
છૂટવાના  જાપ  જાપે  છે  હવે

ના સમજની આ સમજદારી ભલા
પત્થરો ના દેવ  સ્થાપે  છે હવે

આયખાના આપડાવે જોઇલો
વાતને  વિરામ  આપે છે  હવે

            માસૂમ મોડાસવી .

No comments:

Post a Comment