રાત છે સૂમસાન, કોઈ નૈં,
બાંકડો કરતો ધ્યાન, કોઈ નૈં !
ભીડ આખો દિવસ થતી રહેતી,
ને થતી રાત્રે મ્યાન, કોઈ નૈં !
પીડા એકાંતની તો સમજે કોણ?
કોઈને ક્યાં છે ભાન, કોઈ નૈં !
પીગળે અંધકાર એ રીતે,
જેમ ખરતાં આ પાન, કોઈ નૈં !
જેવી પડતાં સવાર, બદલાશે!
ના હો નામોનિશાન, કોઈ નૈં !
-હેમંત મદ્રાસી
No comments:
Post a Comment