ગઝલ : - મરતો હતો
----------------------------------------
એમ હું જીવતો હતો.જીવતો હતો.
જેમ હું મરતો હતો ,મરતો હતો.
બારણું પકડી જરાં ઉભો રહ્યો ,
ને સમય ખસ્તો હતો, ખસ્તો હતો.
એમનાથી આંખ પણ તો ના મળી ,
કેમ હું ડરતો હતો ,ડરતો હતો.
દાદ તો આ કેટલી મોંઘી મળે ,
સાવ હું સસ્તો હતો ,સસ્તો હતો.
જો નજર નીચી જરા થઇ એમની ,
કેટલું રડતો હતો , રડતો હતો.
જાતને ભૂલી ગયો ,એવી રીતે ,
યાદ હું કરતો હતો ,કરતો હતો.
પ્રેમમાં છોડી ગયો હું આ જગત,
રોજ કૈં મરતો હતો ,મરતો હતો.
-- દેવેન્દ્ર ધમલ
No comments:
Post a Comment