ઉંબરે આવી પરત ફર્યો હતો,
જીવવા માટે બધે ભટક્યો હતો.
જીતવુંને જીવવુંમાં ભેદ છે,
હું ફકત મારા મહીં જીવતો હતો.
જીતનાં શીખર કરું સર હું બધે
આજ તું નસનસ મહીં વહેતો હતો.
પ્રેમ છે તો છે પછી મુંજાય શું
પ્રેમ છે ,એ ક્યાં કદી સસ્તો હતો
લાગણીની ઓથ લેવી ક્યાં સુધી,
એમ તું ક્યાં કોઇથી ડરતો હતો.
માંગણી કરવી હતી તો કર હવે
આપવામાં ક્યાં કદી ફરતો હતો.
હું અહીં આ પાર,સામે તું હતી,
બે'ય છેવાડે વચ્ચે દરિયો હતો.
ડૉ. અયના ત્રિવેદી
અયુ
સાંજી ગઝલ----
No comments:
Post a Comment