પ્રેમમાં અલગ કંઈ તથ્ય છે? બતાવોને,
સ્વપ્ન આભના લાવી પાંપણે સજાવોને,
જિંદગી થશે તેજોમય પ્રકાશથી મારી,
આપ આવીને મનમાં દીવડાં જલાવોને,
ક્યાં સુધી રહું ગુંજારવ વગરની દુનિયામાં,
લ્યો, જરાક તો શબ્દો આપનાં વહાવોને,
અંધકાર ભાસે છે ચાર કોર તુજ વીના,
રાત ખ્વાબમાં આવી હોઠને હસાવોને,
આશ છે 'અકલ્પિત' આ હાથ,હાથમાં રાખું,
હાથ આપનો મારા હાથમાં, થમાવોને.
- ભાવીન દેસાઈ 'અકલ્પિત'
No comments:
Post a Comment