તારલા મઢેલી રાતે
રખોપું કરવા ઘુવડ જાગે છે .
ઉતરી આવેલી કાળાશ
ને
લોહી નીતરતા હાથ
શીબરી પોતાને બતાવે છે .
કંઇ કેટલીય રાતોના ઉજાગરા કર્યા છે .
બલી ચઢાવવાનું મુહૂર્ત વિતે
એ પહેલાં
મારે કાળજાને પુછવાનું
રહી ગયું
કે
તારા પગની છાપ આજે કેમ ઉપસી આવી છે .
કોઇ તારો પીછો તો નથી કરતું ને. ..!!!
હું સાથે ખીલા , છરીને ઘણું બધું લાવ્યો છું ..
એક ચામાચીડીયું કાન પાસેથી બોલીને નીકળ્યું
તમે આ બધું શું કરો છો. ..?
ને
એક તારો ખરી પડે છે. ...!!!
આકાશ
No comments:
Post a Comment