Sunday, 29 January 2017

કાવ્યો

[9/4/2016, 3:35 AM] abhinavsahitya: ना बोलावुं ना चळावुं एवुं
तंतुमां  साव मौन छे गाणुं
आंगण एवुं हरख हेलीनुं गाणुं

एकाकार करीने अपरंपार झळालंब झलकतुं
आकारो विलाता चोमेर फरतुं झगमगवुं
डुंगरनी टोचे चडवुं न बीजे जडवुं उकडवानुं टाणुं

मुकता न मुकी शकुं अे वळगणनी
सीमा विस्तारु
अलख लखवा बेसुं त्यारे नधारेलुं अकल अगमने धारुं

शब्द अरथनी पार भरचक भरवुं तव ईच्छाए तरभाणुं
ना बोलवुं ना
[10/17/2016, 11:31 AM] abhinavsahitya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

વાવડિયું વાંચે રે કાગળિયું
               ડૉ.  ભાવેશ જેતપરિયા

ઢોલિયો થઈ ગઈ રાત
ગઢના ખૂણે લવકી
કોયલના કલશોરે મ્હેકે શ્વાસ
માજમ લથબથ ચાસ તોરમાં
તોડી ખેતર શેઢા અંતરને
ભભરાવી ઊભા આ અજવાસ

પરપોટે લીધાં રુપ પવનઘટ કૂપ
કાદવ ખૂંદી દલકમલરી બારી
તંતું દેખે પડખામાં રણઝણિયું
ચકમક ઘસતા ઉપડે સૂરો
ઝબઝબ ઝાલર પિંડ ચલમને ફૂંકે
કસમાં સીંચ્યું રે વાવડિયું
ઘબકે જાંગી ઢોલ લગનિયા મોલ
ભાજી તુલસીદલની તોલે રાખી
તાળાં કૂંચી પેટી પાસ
ઢોલિયો થઈ ગઈ રાત.....

ફૂલ પાંદડી ચકકર ચકકર ફરે તરે
સોંસરવા અંધકારના પડદા ચીરી
નીકળી જાય દશમની હેલી
આભ ભરીને ઊડે તોરીલા તોફાન
મચાવે ભૂલી રગરગ ભાન
ઉમટી અચરજ રેલી
અનપઢ ગવાર ખોરડું ખાલી
મનપવનનરુ સાંધી પલપલ ઝીલી
ધડકનના ઘડાકે રમી રહ્યા રણવાસ

  ( મોરબી જિલ્લા સાહિત્ય વર્તુળ )

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[10/17/2016, 5:13 PM] abhinavsahitya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

એ ફળિયું ક્યાં છે ?
              ડૉ. ભાવેશ જેતપરિયા

કૂકડો બોલે સવાર પહેરી ફળિયા વચ્ચે
એ ફળિયું કયાં  છે ?
ઊંચક નીચક થઈ જાતા વા સાથે
એ વાવળિયું કયાં છે ?

કંઠે પ્રભાતિયાં રેલાય સૂરે ફરતા
વલોણે ધમ્મર ઘંટી ચણતી દાણા
અાંગળિયુંની ભાત ઉપસતી તસતસ
ઊભા ભીંતે હરખ ભરેલાં છાણાં
લચકે ઝૂંપડી પાસે લથબથ જુવાર
ઉપર પંખી ચકકરાતું ઝાકળિયું કયાં છે ?
કૂકડો બોલે સવાર પહેરી ફળિયામાં....

નજર શીશી ભરભર ભૂકો ડેલી ફરતો
હૂંકો ફૂંકે શેઢાનો કલશોર કશમાં
કોઠીમાં ભભરાવી સપના સળગે ચૂલો
ડાળે પડી જવું પોબાર તરસમાં
ઊભા મોભે કાગ રાગ થઈ બેવડ
કાવડિયું તાગે પટારાનું તળિયું
કૂકડો બોલે સવાર પહેરી ફળિયામાં....

નદીયુંના જલ રંગે ખળખળ તરતી
આશા છૂટે સામા તીરે મોરના ટહૂકા
હૂડદાવી મોય-ઠેરી-કોડા-હુંતુંતુંતું
શેરીના સનનન તીર બની જાય તૂકા
ટેકરીઓ પર અવળાસવળા ટાંકા લેતી
વીજ ભરી વાદળિયું કયાં છે ?
કૂકડો બોલે સવાર પહેરી ફળિયામાં....

( મોરબી જિલ્લા સાહિત્ય વર્તુળ )

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[10/19/2016, 6:34 PM] abhinavsahitya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

ઘૂઘવાટે ઝગમગ ટાણું
                 ડૉ. ભાવેશ  જેતપરિયા
તું
નીકળેને
રસ્તો આખો
થઈ જાતો રધવાટ
પગલાંમાં ઉછળાટ
અને પછી
આ વરસાદ
મને ઓઢીને
ગુસપુસ કરતો
સમૂળો સંતાય જાય
બ્લેક હોલ બાજુ
કયારેક કયારેક
સપનાં થઈને ખરે
તળાવ ઉપર તરે
વળે વાડકનેના
વેલા માફક
કાંટા સોંસરો
ના જોવે અરુપરુ
લે, હવે તું લગરીક ઝીણું બોલ !
પડદો ખોલ
મૌનના મોલે
રેશમિયા દોરે
ગૂંથી માઝમ રાત
આકાશ પહેરી
ઊભી વાત
ઊગું ઊગું
થઈ રહ્યું પ્રભાત
કૂકડાના રવ
નથી સંભળાયા હજુ
પીંછાની પલવટ વાળી
કિરણોની સવારી
સાહેબજાદાને જગાડવા
પતંગિયું ફરરર ઊડશે
ફૂલમાં ડૂબશે
રજકણ નોખા નોખા
રણકણ ભેળા ભેળા
લહર લહરમાં વહેતી
કાને જઇને કહેતી
બંસી સાતેય સૂરમાં ખીલી
રોમરોમ રણઝણવું ઝીલી
ઉખડી કાદવ ખૂંપી શેરી
દેખત ડગરમાં દેરી
પણ હજુ
સામસામે અથડાય
ખળભળવું થાય
બહાર નીકળવા મથે
સૂરજ ક્ષિતિજ છીપનું મોતી
આંખોમાં અથડાવું જોતી
ધુમ્મસ ધુમ્મસ પહાડ
પણ આ  સામે જ
ઝાકળ થઈને
ફૂલડે બેસવા સળવળતું
હમણા આવ્યું દળતું દળતું
રથડાના પડઘામાં પથરાતું
આશા ઝીણી ઝીણી
ભીતર ભીની ભીની
ઘૂઘવાટે જગમગ ટાણું.....

( મોરબી જિલ્લા સાહિત્ય વર્તુળ )

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[10/27/2016, 4:07 AM] abhinavsahitya: ☘☘☘☘☘☘☘☘☘☘☘

પતંગિયું ફૂલરૂપ
               ડૉ. ભાવેશ જેતપરિયા

ઉછળક કૂદક કરતું
મન જેવું પતંગિયું
ચાલ્યું જાય દશ દિશાની બ્હાર
ચૌદ પગલાં ભરવાં
વનવન કુંજોમાં
ઉડતું ઉડતું બેસી ગયું
રમતાં રમતાં ગમતાં ફૂલ પર
આંખની બારી ખોલી
ચપટીક કિરણોની ડાળે
લગરીક ઝાકળની જંજાળે
ચપટીક રજકણની પાળે
થોડાક પરિમલના પમરાટે
અઢળક અવકાશી પથરાટે
રંગરંગની શોબત
રસબસની લત ઘટમટ
મૂંગું મંતર બોલે
અંતે ફૂલ પર બેસી ગયું
થોડું મનોમન ગાઈને
ચપટીક વાયને
પાંખ ફેલાવી ફફડાવીને પછી
સ્થિર થઈ ગયું
નિરાંત લઈને
ન સાંધો ન રેણ
હીંચે વાયુના હલેસે
મનમસ્ત બનીને
અસલ રુપાયન બનીને
સાવ લગોલગને છલોછલ
ડૂબ્યું જળબંબોળ જળબંબોળ
ઉપર થીજી ગયું આભ
સૂરજ સમેત.....!

( મોરબી જિલ્લા સાહિત્ય વર્તુળ)
☘☘☘☘☘☘☘☘☘☘☘
[10/27/2016, 4:07 AM] abhinavsahitya: ☘☘☘☘☘☘☘☘☘☘☘

હરિવર અંગત અંગત
            ડૉ. ભાવેશ જેતપરિયા

હોય અઠંગો
અવાજ ઉતારી
આરપાર અંતર વહેતું
હરિવર અંગત અંગત....
તલભર તાળું લટકે બંધ બારણે
હાથવગી હોય
સમરથ ચાવી રજભર
હરિવર સંગત સંગત.....
મળે એઠાં બોર કે કરતાલ
લઈને તાલ ચાલ કે
તુલસીદલને તોલે
હોલા સમ ઘૂંટે હળવા જાપ
લખલખ પોબારા પોકાર
હજુરી હલક ડોલે
ઝાલર કેરી આરત પરગટ
રણઝણતી દલકમલમાં હેલી
વાટે ઘાટે આગત સ્વાગત
અવાજ ઉતારી અંતર વહેતું
હરિવર અંગત અંગત....
મૂળથી થડ વડ ડાળેડાળે
પાન કે નસનસ
તસતસ સુસવાટામાં વાયુ
મન મજાનું શિલાલેખ
થઈ જાય પછી પરગટ
શોધતા પરપોટામાં આયુ
ધૂપ ધૂમાડો યજ્ઞ થઈને
ગઢ ગાંગરતા મેલી
ટશિયા ફૂટ્યા તેજભેજરજ
સ્હેજે સ્હેજે લેતા
હરીવર રંગત પંગત
આરપાર અંતર વહેતું
હરિવર અંગત અંગત.....

( મોરબી જિલ્લા સાહિત્ય વર્તુળ )

☘☘☘☘☘☘☘☘☘☘☘
[10/27/2016, 4:07 AM] abhinavsahitya: મંદિરેથી આવું છું....

હું
હમણા આવું
મંદિરે જઈ
કહીને પગરવ ઉપડયા
રસ્તા પર ફરતી આંખોથી
ઝ઼ટપટ સંકેલતી છેડો
અવિમેષ રસ્તાને જોતી
નીચી નજરે પ્રભુ
સુધી પહોંચી
પગથાળે બેસીને
વાયું લ્હેરે લપેટી ભીંજયો રૂમાલ
ટપક દઈને સ્વાતિ વરસ્યુ્ મોતી
વાદળી સરવર સામે જોતી
પગથિયાંમાં રેલા લંબાવી
વાતોના વળ મનોમન
પગથિયાં સુધી
આકાશમાં
તસતસ થવા ઝંખતી
અથરી ચાંદની
બારણાંને ખખડાવે
સાંકળભેર ચાવી ભરી
તાળાં સુધી લંબાવી
પ્રવેશ કરે છે અને
બિલાડીની પૂંછડી મ્યાઉ કરે
કબ
[10/27/2016, 4:07 AM] abhinavsahitya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

૮૦ વરસની જીવલીનું ગીત
                ડૉ. ભાવેશ જેતપરિયા

અમે કહ્યું કે માજી કયારે ઉકલવું છે તો-

નાક ફૂલાવી છણકો કરતી કહી ગઇ જીવલી
કોણ કહે છે કમર મારી વાંકી છે,
         હજુ જીવવાનું તો બાકી છે......

ચાર બજે જબકીને ઘંટી ઘમઘમાવું છું
નેતરું લઈને હાથે દોણાને ઘમકાવું છું
એમ કયાં ધમની નસનસ થાકી છે
         હજુ જીવવાનું તો બાકી છે......

શ્રાવણની કથા સુણી જીવતર વાંચું છું
અધિક માસે ગોપી થઈ ઘનાઘન નાચું છું
ક્યા સોય પરોવતી નજરું મારી પાકી છે
          હજુ જીવવાનું તો બાકી છે......

શ્યામ સાડલો હોય ભલે એ સમય છે હમણા
ખોંખારે બેઠાં થાય એવા અંદર છે શમણાં
પાનેતર ઓઢ્યાની એવી અડીખમ ઝાંકી છે
          હજુ જીવવાનું તો બાકી છે......

ભનીની ભનીના લગનને હું માણું છું
ખૂપડે બાંધ્યા નાણા વાપરી જાણું છું
દૂર લંબાતી વાટને મે કયાં તાકી છે
           હજુ જીવવાનું તો બાકી છે.....

( મોરબી જીલ્લા સાહિત્ય વર્તુળ )

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
નોંધ..1998 માં લખેલું.....👏💐
[10/27/2016, 4:07 AM] abhinavsahitya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

ફૂલ ગુલાબી ફરતું
            ડૉ. ભાવેશ જેતપરિયા

ચારે બાજુ
શબ્દ લીલાની
આળ પંપાળ
વચ્ચે શોભે જળહળ
મશાલ સમ એ
ચોમેર પ્રકાશપૂંજ
પાથરાતાં કૃત્રિમ
ફરતા વીંટળાયને એમાં
એક ચહેરો
અંદર ધમકે
ફૂલ ગુલાબ પહેરી
ફરકી પરીસમ
કસ્તુરી ધમકે
આંખે આંજી ચમક
ચહેરે નૂર ભરપૂર
અમીયલ ઉત્સાહ
થનગન હૈયું
વેગે વહી
ગંગા પ્રવાહ સમ
ખળખળ નિર્દોષ નદી
નવલતા પર્ણ સુકોમલ જાણે
પીંછીની કામણગારી
લીલા કરતી હૈયાભેર
કોયલ, હંસ,સરોવર,
જંગલ, દરિયો, અવકાશમાણસના
ભીતરના ભાવને ઉપસાવતી
હૂબહૂ લાગે સમરેખ
મારે એવી મેખ
શબ્દે વહે
સહજ ભાવભીના રંગે
નીજના ઢંગે
પ્રગટ વહે કલારખી
મારા ભીતર આવી
પુનિત પાવન પવન લહેરખી
પ્રાણવાયુ સમ વહે
નવ કંઈ કહે
સદાય રહે રંગરેખાના દેશમાં
શબ્દના સહવાસી વેશમાં
જાગૄતિ, સ્વપ્ન, સુષુપ્તિ
ત્રણ દશાના
તસબસ લગરીક કહીને
પરમ ગતિ દઈને
એકઘન થઈને
વહે મૌનની દિશાએ જઈને.....

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[10/27/2016, 4:07 AM] abhinavsahitya: એક આપો ફૂલ જે ગમતું મને,
આટલાં ફૂલો તમે ના આપતા.
                 --ડૉ. ભાવેશ જેતપરિયા
[10/31/2016, 5:43 AM] abhinavsahitya: 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

ઝળહળ દિવો થઈએ
                ડૉ. ભાવેશ જેતપરિયા

ચાલો, આપણે ઝળહળ ઝળહળ દિવો થઈએ
અડખે પડખે અંધારાને છેટા કરતા જઈઅે

ગઢ ગાંગરતા તોર મોરને કલરવ મેના કાળી
ચારે કોરે ચકરાવા લેતી વરવી વરતી ભાળી
અમથું ખડભડ અમથું ભડભડ મુકી દઈએ
ચાલો, આપણે ઝળહળ જળહળ દિવો થઈએ..

મલોખાના પરપોટામાં આયુ નીજ ઘરે ના ઠરતું
દશદિશાની રંગત સંગત મન ચકરમાં ફરતું
ખાલી ખોખે ખેલ તમાસો કરી કરી ના વહીએ
ચાલો,આપણે ઝળહળ ઝળહળ દિવો થઈએ..

પાંચપચીસને સાંધીબાંધી પૂરા શૂરા થઈએ
પરમપડખે સાવ લગોલગને છલોછલ બેસીજઈએ
તરવેણીના તીરે તાલી દેતા મ્હેકી ગ્હેકી જઈએ
ચકમક ચાવી સાથે લેતા તાળું ખોલી દઈએ
ચાલો, આપણે ઝળહઝ ઝળહળ દિવો થઈએ..

જે. એ. પટેલ મહિલા કોલેજ, મોરબી.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
[11/5/2016, 5:25 AM] abhinavsahitya: गांधीगीरी गीरी गीरी

क्यां जई करवी गांधीगीरी
चारेबाजु दादागीरी वादागीरी छानागीरी

हवे नथीनुं भूत धूणतुं आपो कापो छापो मारो मारो
ताळां कूची नथी साबूत पींढारानो रोज रहे वरतारो़
फूलीफाली वकरती थै भूंडागीरी मूंडागीरी गूंडागीरी
            क्यां जई करवी गांधीगीरी....

भेणसेळने हाव वधारो पडिके गंधातो माणस सस्ते
आडा बीडे अथडातो अटवातो जडे नहि कोई रस्तो
फफडे तेतर रेढे खेतर- वेतर शकरागीरी लफरागीरी
            क्यां जई करवी गांधीगीरी....

आम जावने अभडावानुं तेम जाव तो दर्दो
खडकी पासे टोळां वच्चे मूंगामंतर थीजी ग्या छे मर्दो
कलाबलाना उडे चीथरां नरसिहमीरा वेचाय तानारीरी
            क्यां जई करवी गांधीगीरी....
..…................................................
[11/6/2016, 7:42 AM] abhinavsahitya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

ધૂમાડાને કારણે

આકાશ છવાઇ જાય
ડામરિયા રસ્તા પર
સોડિયમ લાઈટનું ઝળહળવું,
પકડીને ઉપર ઉપર
હારબંધ લટકું કરે
આ ધૂમાડાના તાલે!
એનેય આંખમાં મરચું ભભરાવતા
આ ગોટેગોટા વટ મારે.
ઊભા રોડે આંચકા લઈને
વાયુ સામેય સજજડ સજજડ
વરસાદ હોય તો ઢીલા ઢફ્!
પણ વાદળ બંધાય તો
કાતર લઈને વેતરી નાખે.
તરણાં હરણાં તરુવર
કણકણને છેતરી નાખે વાદળ થઈને.
ખેતરને છાયા કરે
રથ ચાલે છે
હોજરી હાલે છે
શ્વાસ ચાલે છે
આ ધૂમાડાને કારણે......
બધુંય ઘબ્ થતું જાય છે
કાળું કાળું લબકારાનું ફળિયું
અરસ પરસ મલકાય છે
ખનખનિયાં છલકાય છે
ગામ આખું ગાય છે
રંગ રંગ રેલે છે
દરિયા પાર જવાય છે
ગતિશીલ તાલે છે
આ ચકરડું ચાલે છે
આ ધૂમાડાને કારણે......
- ડૉ. ભાવેશ જેતપરિયા

( મોરબી જીલ્લા સાહિત્ય વર્તુળ )

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[11/6/2016, 7:44 AM] abhinavsahitya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

ધૂમાડાને કારણે

આકાશ છવાઇ જાય
ડામરિયા રસ્તા પર
સોડિયમ લાઈટનું ઝળહળવું,
પકડીને ઉપર ઉપર
હારબંધ લટકું કરે
આ ધૂમાડાના તાલે!
એનેય આંખમાં મરચું ભભરાવતા
આ ગોટેગોટા વટ મારે.
ઊભા રોડે આંચકા લઈને
વાયુ સામેય સજજડ સજજડ
વરસાદ હોય તો ઢીલા ઢફ્!
પણ વાદળ બંધાય તો
કાતર લઈને વેતરી નાખે.
તરણાં હરણાં તરુવર
કણકણને છેતરી નાખે
હિલ્લોળે તળાવ આખું ઝૂલે
મોજ લઈને વાદળ થઈને.
ખેતરને છાયા કરે
રથ ચાલે છે
હોજરી હાલે છે
શ્વાસ ચાલે છે
આ ધૂમાડાને કારણે......
બધુંય ઘબ્ થતું જાય છે
કાળું કાળું લબકારાનું ફળિયું
અરસ પરસ મલકાય છે
ખનખનિયાં છલકાય છે
ગામ આખું ગાય છે
રંગ રંગ રેલે છે
દરિયા પાર જવાય છે
ગતિશીલ તાલે છે
આ ચકરડું ચાલે છે
આ ધૂમાડાને કારણે......
- ડૉ. ભાવેશ જેતપરિયા

( મોરબી જીલ્લા સાહિત્ય વર્તુળ )

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[11/8/2016, 9:39 PM] abhinavsahitya: સ્હેજ તારી વાત સળગે આંખમાં ઠરતું નથી
સહજ ભીના ભાવને ખીલાવવા વળતું નથી
લે હવે વાપર હજારી નોટને ગણતું નથી,
આ સમયનું મૂલ કોઈ પણ કરી શકતું નથી.
ડૉ. ભાવેશ જેતપરિયા
[11/11/2016, 2:47 PM] abhinavsahitya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

🍁 સી.એ. નો રીયલ અનુભવ
                     ડૉ. ભાવેશ જેતપરિયા

'હ બોલો !
અમે તમારા માટે જ છીએ
હમ હમ હમ...પછી.....હમ..બોલો...અટકી કેમ ગયા ?
કેટલા કરોડ છે ?
૨૦ કરોડ ! ..તો કયાં મુંઝાવાનું છે ?
એને વાઈટ કરવા તો અઘરા પડે
ન્હોતા કમાયા એમ માનો !
ગામમાં ઉંબરા દીઠ આપવા લાગો ! છે તો સળગાવી દોને !
રેડ પડે એ પહેલો નીકાલ કરી નાખો,ભાઈ !
હી...હી...હી....આવજો....
બોલો, હા એ હું ...બોલોને !
તમારા ચિંતા જ નથી
રોકડેથી ભરી દો.
કેટલાની વ્યવસ્થા કરવાની છે ?
ત્રીસ લાખ ભરી શકો છે,એનાથી વધારે એન્ટ્રી ન કરતા,ઓરીજીનલ આઈકાર્ડ લઈને જજો...
એમાં ડરવા જેવું નથી,કંઈ જ નહિ થાય....નહિ આવે સમસ્યા...
હા બીજી બેંકના અલગ અલગ ખાતાંમાં ન નાખતા....
એક સાથે જ નાખી દો...કટકે કટકે નહિ....અરે....સાહેબ !
તમે નોકરિયાત છો
તમે ટેક્સ ભરો છો
રીટર્ન ફાઈલમાં રકમ બોલે છે
તમે કીધી એટલી રકમ જમા કરાવી દો.
અને હા,
તમે ખરીદી ચેકથી કરી હોય
તમે ચેકથી ઉછીના આપ્યા હોય
બીલથી સોનું ખરીદ્યું હોય
તમારા લોકરમાં જે હોય એ બધું
ચોખું હોવું જોઈએ
અરે..અરે
કરોડો રુપિયાનાં બંડલ રુમમાં પડયા હોય,
બે હિસાબ લગડિયું ખાનામાં ખખડતી હોય તો કોઈના કાને સંભળાય ન સંભળાય એ ધ્યાન રાખવું
બોલો....બોલો....
તમારે તો તો ૨.૫ લાખ બેંકમાં
નાખી દેવાના રહે છે
હા સાથે આધાર કાર્ડ લઈ જજો
કાકીનાં ખાત૩માં પણ ૨.૫ નાખી દેજો
હા, પૂરી રકમ ન નાખતો
રાઉનડ ફિગરમાં રાખજો
તમે કંઈ વેચ્યું હોય તો બાદ મલે
વિમો પાકયો હોય તો બાદ મલે
લોકરમાં કેટલું કીધું
ઠીક છે, પચાસ પચાસ તોલામાં વાંધો નહિ
જમાઈના કેટલા કીધા ?
પ લાખ છે તો બેય વહુના ખાતે કરી નાખો
એમાં કોઈ તકલિફ નથી થવાની
વહાઈમામ જ રહેવાય અમે કહીએ છીએ
વ્લેકમાં ન જવાય અમે કહીએ છીએ
અમે તમારા માટે જ છીઅે
પ્રેમથી આવો
શાનથી આવો
માનથી આવો
આવતા હશોને કીધું કરતા હશો તો
તમને કે સાહસને આફત નથી
અમે તમારા માટે જ છીએ

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[11/11/2016, 4:31 PM] abhinavsahitya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

આભે ઉતરી ભાળી

આભેથી ઉતરી
રંગ પડીકે ચિતરી
ભાવે નીતરી,
કિરણ તરણાં કુંડે પાંગરતી પરસાળ
ઝાકળ ભીનાં તરણાં પર બોછાર;
ખળખળ ખળખળ ઝરણાં રેલે દદળી,
જલતરંગે વાયુ લ્હેરે ઉડતી માછલિયુંની આંખે ફરફર પાંખે.
ચિતરે મોર જોર ભીતરવું ભંડારી
તૂટ્યા ટહુકે તોર
લટકે હવા રવા થઈ પાનપાન જઇ પૂગે
પાદરના વડલાની ડાળ બનીને ઝૂલે;
માળા ગૂંથી તરણાનાં તરજૂમે
સુગરી છેલ્લી ડાળે કૂવા પાળે.
ઘેટાં રસ્તે વાળે
ડાંભૂ ભરતો દૂધમલિયો ગોવાલ ગરજે
હીહીના ડચકારે જાગે ગામ.
શેરી રસ્તા ચોકલોકનાં પગલાં ગણે
હય તણાં હલકારા ગણે
પલકારાનાં પાંગત તાણી
બંસી સૂર સમી ઉભરાતી પ્રીતે
લાગણિયું હીંચોળે ડાળ ડાળના વાયુ
દોરામાં થઈ મૂળનાં હેત બની પંપાળે;
પર્વત ટોચે વાદલડીનાં નેવાં
દોડી ઉભડક ઉભડક બેસે;
ડચકા લેતો સૂરજ છીપલી બારો
હાથી છબછબ નાયો
ચકલી ચાંચ ધરીને થાકી
પાકી ભીના ભાવે,
હંસારાણા પૂછે:
શું છે ?  શું છે ?
ચણવા જેવું
લણવા જેવું
ડૂંડૂ મોભ પલાણી ઊભું
ગાંગરવું ગણવા જેવું
એકલ મુખી ખીજડો
જોગી જટા વનરાજી
પડખે તરણાં લવકે હાજી
છેટે આંબા રધમકે હાજી
ગાગર કોરી રણકે હાજી
જમના નીર ભરીને આવું
ગાગર રેઢી રીઢી લઈ આવું
શેરી કલરવ કરતી આવું;
વનની કોયલ જેવું કાળું
બંઘાંતી આંખો જેવું કાળું;
તેતર ખેતર લઈને ચાલ્યું
ઝીંડવા ધલવલ લઈને હાલ્યું
જીપટો જાલી મૂળસોતરું હાલ્યું
સસલું કંપન ભરતું શૂળે
જંતું લથબથ ભર્યું મૂળે
ઝરમર ઝરમર આંખો ઢાળી
તરુવર વાંકી ડાળી:
આ ઢળિયો બળિયો હાજી
આ ભાજી રાજી હાજી
કર્યા ચણાક કરતા ચોખો,
ચિતડે થાણું નાખી રાજી
ચલમું પીધી આખી રાતે રાજી
પિંડડી બીતી બીતી બળે હાજી
ચોગમ ચોકી નોખી હાજી
વાળી ફળિયામાંથી લીંડી
બળ્યા ઈંડિયા પીંડિયા
શમણાં વરસ્યાં હમણાં રાજી
દરિયા છલકે મલકે હાજી
આ તો પરપોટામાં પાણી હાજી
ઘડાંગ્  કરતાં ફૂટયા
બાંધ્યા દોરા તૂટયા
વહેતી જલની ધારા
પાસા પડી ગયા પોબારા
નદિયું બેય કાંઠારી હલકે
કાઠાળી ઠીકરિયું મલકે
ભેખડ ખોલી ખૂંપે:
થઈ જાતી રખવાઈ હવે ના કણસે
ખોટે ખોટી ના વણસે નૂરતસૂરત
સૂરત નૂરત અવળું સવળું હાલે,
અેક ખૂણેરું વાગ્યું જંતર
સઘળા તોડી તંતર
સઘળા મૂકી મંતર
ઊંડે ઊંડે નજરું ખોડી;
લબલબ જીભડી બંધ
કુણી મલક વાતો બંધ
લ્હેરી ગલપચીની બંધ
નેજવું તાણતી નજરું બંધ
ખટપટ પાંગરતી ના કૂપે થઈ ગઈ બંધ;
ગઢની ભીતર વગડે પાવા
ફૂંફવે કૂવામાંથી બારા
હોશ જોશના કેોસ સામટા ખેંચી;
નીકળે જલધારા છૂટી
વહેતી રહેતી એકધારી
કોડ ભરેલી મદમાતી થઈ ગઈ મૌન
બેડાં દૂજયાં રુપના રેલે
ચૂંદડી ઓઢી અનામ હેરી;
છેડે બાંધી સાંધી સવા રુપિયો સમજો
લાપસિયુંનાં આંધણ સમજો
ખીલ્લાં ઝીંકી બાંધ્યા સમજો
ઢળતી સાંજે બજાર મહેકી સમજો
નજરું સચરાચરની દમકી સમજો
રણકે છનનન છનનન સોનપરીના
ઝાંઝર સપના અપના થઇને વળગે,
આલોકે સાંજ સવારનો તડકો થઈને
હેલી વરસી રેલી થઈને
ગાંગરતી વરતી વ્હેતી
રાત બનીને વ્હેતી
તગતગ આંખે દીઠી વ્હેતી
મોરપીંછવા માધવ લૈ ગ્યો વ્હેતી:
મનડું માજમ રાતે મૂંગું સરવા કાને
સરગમ હેડકિયુંની હેલી
ભીંતે તોરણ થઈને લટકે
ઉંબરનાં ઓશિકે જઈ અટકે;
મબલખ પાક્યાં મોતી
ખૂલી સહેજે સહેજે બારી
નસનસ સહેજે સહેજે છૂટી
ખૂલી સહેજે સહેજે ડેલી,
લટકે તલભર તાલું
મલી રજભર ચાવી
વાળી સહેજે સહેજે વરતી
ચોગરદમ આવી ભરતી
આભે જઈને ઉતરતી......

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
.
[11/12/2016, 1:04 PM] abhinavsahitya: अातो मनखो लैने बेठा एमां ઘેરે मनना मेळा
आवो तमे अथवा अमे रोटला बोटला खाइए भेळा

मलोखाने खडकी नाख्या होडी हाकता वायुं
भेऴा बेसी खेतर वच्च्ये लीमडा नीचे हालो भायुं
शुं लै जावुं परपोटा बेठा एवी आयखुं वेळा
आतो मनखो लईने बेठा.....

पारसमणि स्नेहनी घडी चिंतामणि चितनी घडी
लखी आव्या लमणाझींकुं शिलालेखे जडी
अमने मीठा लाग्या नेणा हमणा आवी जायसे वेळा
[11/18/2016, 4:28 PM] abhinavsahitya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

ટેકરીઓની પડખે

ટેકરીઓની પડખે રહીને કંકુંના વાવડ કેરું ટીલું કરતી હરફર
સરતી સપનું થઈને અપનું દઈને નજરુમાં તરવરતી ઝરમર

દૂર લંબાતી કેકારવની  પગલીને  થંભાવી પલવટ વાળે તીર કમાને
સાતેય રંગો છલકી છલકી પલનાં ટીપાં થઈને વરસે પાને પાને
થડિયું મૂળમાં રહીને ઝુલી હરુહરુ  લ્હેરોમાં ધગધગસતી.
ટેકરીઓની પડખે રહીને.....

ફોરાં પડતું આભ ઘાસનાં તરણે મલકીને નવરંગ તીતી રમતું
લચકી જાશે મોલ આશની આડ બાંધી ગગન ખોળે ગમતું
રમે રમતું નામ બદલવી અરસ પરસ થડકારે તસતસતી
ટેકરીઓની પડખે રહીને.....

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[11/19/2016, 5:44 AM] abhinavsahitya: 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

નોટને નજરું લાગી
       ડૉ. ભાવેશ જેતપરિયા

એક મોટી નોટ લઈને
પ્રદાદાજીએ આખું
ખેતર ખરીદેલું
એવું દાદાજી કહેતા
અમે સાંભળતા સાથે બેસીને.
એ મોટી નોટથી,
દાદાએ મકાન ખરીદ્યાનું
અમારી નાની નજરે જોયેલું,
રમેલાં મોટાં ફળિયામાં
લીંબડે ઝુલ્યાનું યાદ.
એ મોટી નોટોનું
બંડલ લઈ પાપાએ પ્લોટ લીધેલો
સાથે
લોનના હપ્તાનું માદળિયું બાંધીને
હપ્તા ભરવા
હુંયે જતો સાથે સ્કૂટર પર બેસીને,
યાદ છે મને.
એવાં બંડલના બંડલને
થેલીમાં છાનામાના નાખીને
મે પ્લોટ લીધો,
જૂનો પ્લોટ વેચીને
મકાન બાંધ્યું
સાથે લોનને ઉમેરી,
ઉછી ઉધારા સાથે
હાશકારો લઈ
ઉંચી સોસાયટીમાં થયું
એક નાનું મકાન;
પછી હપ્તા પૂરા થયા
અને
દોઢિયું મકાન કૂદાકૂદ કરે
સંકડાશને સામે ઘરે
એપાર્ટમેન્ટની ઉંચાઈ નજરુ મારે
ત્યારે ઓલી કહેવાતી મોટી નોટ
પોસ્ટકાર્ડ જેવડી બની ગઈ,
આજે પુત્રના હાથમાં ટીકીટ
બનીને ગૂંદર લગાવીને
હવે સાંધ્યા કરવાની છે,
થૂંક ઉડાડતા
સરકારી ટેભા ભરતા
રાહતના દરે બાદ લેતા
હપ્તાના ઓથારમાં
અટવાતા અટવાતા
દસ્તાવેજી હકિકત બનતી,
આ સામે આવીને ઊભી
અમે અલગ અલગ રુમમાં બેસીને
જોયા કરીએ છીએ
ઢગલાનો માલ થઈ ગયેલી
થોકબંધ નોટ.....!

ડૉ. ભાવેશ જેતપરિયા

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
[11/20/2016, 8:31 AM] abhinavsahitya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

વૃક્ષો

મૂક બનીને
આ ઊભાં
મારી નજર સામે
હાથ હલાવી
નૂર રેલાવી
લીલું લીલું છલકાવી
પાલવ ફેલાવી
તડકો વેઠીને
છાંયો આપતાં
મૂળિયાં લંબાવી
આકાશથી
મારાં અંતર સુધી...

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[11/20/2016, 10:43 PM] abhinavsahitya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

હરિવર કહે તો...

હરિવર કહે તો આવું- જાવું
                      અમથું શું ડોકાવું
                હરિવર કહે તો આવું....

મોરપીંછના રંગો હરફર વાદળિયાં થઈ ભરું
સાત સમંદર આર પાર જઈ વાવળિયા થઈ તરું?
ભીતર ભીની ભભક માટી પાંખોને ફફડાવું ?
                 હરિવર કહે તો આવું....

કાગળ કોરા કટ્ લખવા ઝટ્ કરી શું ધરવું ?
શ્વાસ કેરી સડકો પરથી દડકોઅડકો રમતાં ફરવું ?
કોયલ નાદે ઉલટપલટ મુરલી થૈ શું ગાવું ?
           હરિવર કહે તો આવુંજાવું.....

ડૉ ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[11/22/2016, 6:13 AM] abhinavsahitya: होय सामे तुं अने देखाय ना
आंख साजी ने धरे एवुं बने

सूरमां रेवुं खळळनी साथमां
झांझवा सम जीवतर आ हो भले

एक एवी डाळ पर बेसी गया
ने पछी पडघम अगोचरना थयા

सांजना आकाशभीना तोरणे दस्तक करे
बीजना झबकार केका मोरलो जोइ शकुं

पांखमां आकाशनी छाया लइ उडवुं गमे
चरण माळामां रहेने आंखमां जोइ शकुं

ભવેશ જેતપરિયા
[11/22/2016, 6:14 AM] abhinavsahitya: आगमन थाशे तमारुं एक दिन,
आशनो आ श्वास लै बेसी गया.

झेरण जेरेल आश लखी ले
भीनी उपर खास लखी ले
धारोधार लखी ले
भारोभार लखी ले
रणझण तार लखी ले
अे पण अनायास लखी छे
आंखोनुं रमखाण लखी ले
पाके मोती घाण लखी ले

ભાવેશ જેતપરિયા
[11/22/2016, 6:15 AM] abhinavsahitya: આતે કેવું
તું નીકળેને
રસ્તો
આખો
વરસાદ થઈને
મને ઓઢી
ગુસપુસ કરતો જાય
સમૂળો
આતે કેવું.....

ભાવેશ જેતપરિયા
[11/22/2016, 6:18 AM] abhinavsahitya: वातमां ना वरस तुं यादो तणा दरिया तटे
मोज चारे कोर मजधार पण जो वळखाय छे

મન કેવું નખરાળું લાગે
ન કદી અલિગઢ તાળું લાગે

जीवतर आखुं जजूमवुं छे
दूरनुं वादळ मारे चूंमवुं छे

नथी चेन त्या लग मने जो
पछी हरपल मारे झूमवुं छे

સમય જાય એ પહેલા રમવું રમી લઈએ
પાન પીળાં થાય એ પહેલા પહેલા ગમવું ગમી લઈએ

नथी चेन त्या लग मने जो
पछी हरपल मारे झूमवुं छे

जीवतर आखुं जजूमवुं छे
दूरनुं वादळ मारे चूंमवुं छे

एक दि तो शब थवानुं
आ खोरडुं धब् थवानुं
हु दरियो बनी गरजे
समजो तो जोकुं हवानुं

पींडथी पण पर जवानी वात कर
शब्दथीये उपर थवानी वात कर

अहम ओगाळवानी वात कर
मीणबत्ती जेवी तुं जात कर

ना हुं तुं नां थूंक उडाडवा मथवा
मनथी पार जवानी ओकात कर
[11/23/2016, 10:29 AM] abhinavsahitya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

પાળિયાને ઉકેલતા

કાંકરી ચાળો થયો
લટકું કરતો,
પર્વત પથ્થર પથ્થર આડા
જોડી વાડા,
જૂનાગઢી જાજમ પાથરી પણ...
પગલાં કંકુ વરણાં કરી
ફરતી આણ,
ડૂંગરા દળતા થંભે
કંપે ગોજારી તલવાર
થંભે શૂરા થૈ અસવાર
રંગીન મહેલે ખાલી ખટકે
વેરવટનાં વમળ બહુ બહુ ઊંડાં;
કટક ડૂબે
ચઢતા ચઢાણ વાંકાચૂકા
પછી
જડેલ પથ્થર
હાથની છાપ ભોગાવા તીરે,
ખળખળ કરતી
રેતીભર ભમતી પૂગી આણ:
ગઢ હોંકારા
વળી વળી વળખાતા,
ગઢ થયો ઉચ્છવાસ
જળાલંબ થૈ ઝળકે
જમણા પગ અંગૂઠે
જળનું ચાલે વહાણ રેત પર
અશ્વ પલાણી ઊભા શ્વાસ;
દળતાં આંસુ લઈ ચોપાસ;
પથ્થર થઈને
ટાંકણું વીંધે
ચીંધતા પાળિયા પ્રાણવાન;
તોડફોડ કરી
ખોતરે પહાડ જેવડી આશા;
ખોડી ખાંભી
અવાચ અનમોલ.
શાલિગ્રામની ખોજમાં
કાંકરા વિણવું ગમે
પાંચિકાની પડોજણ ગમે
પણ આતો
આવી ખબરું અણધારી
પથ્થરના થર પર થર
ભીતર સાંધે;
અાકાશી ખૂલી બારી
સૂરજની સવારી
હવા રવા થઈ ન્યારી
ભીંજાતી કણકણની કયારી,
જગ પ્યારી સુજાણ
સતીની આણ.

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[11/23/2016, 10:23 PM] abhinavsahitya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

नोटनुं रदी होवुं

कोईनुं धार्युं
कोेइनुं अणधार्युं
एकाएक नोटनुं रदी होवुं थयुं,
माणसनुं रदी होवुं मशाण
पण
आ घटनाना वकर्या तोर
हवे वही गई वेळा;
मूल्य कागळ जेवुं
हवा भरेली फूटी
आंखो दऴदऴ कूटी
मोटी मूंछडी तूटी
नवली नोट करियावर लावी
आम खोंखारो खाधो
अने
माणस लाइनसर
माणस समयसर
वात नियमसर
हता जेने कांधा
एने नहि वांधा,
जेने उपर सांधा
एने नहि वांधा;
हमणा डफ् दईने पडी जशे
ओली गूंमडांनी जेम फूटेली
उंची उंची ईमारतो,
कपावुं पडशे
एक बाजु वधतुं जतुं अंग;
पटारो खूलो थई गयो,
हवे कूतरा ना आरोगे
हवे कागा नजर न मांडे
हवे भीखमगुं ना जोडे;
एकना बे बनवानी वेला
हती एवी वही गई
सिंह हवे सुंवर
नीचुं राखी मुंड
पूंछ थई नीची बेहाल
शमी गई बधी कमाल....
भ्रष्ट करी हवा
भष्ट करी दवा
भष्ट करियुं फळियुं
भ्रष्ट गोजारियुं जळ
झळहळ दीवा धब्
पण
दूधनुं दूध, पाणीनुं पाणी, हो !
थया उघाडा
बखतर बंधी
चम्मर बंधी
माणस गंधी
घेटांनी वणजार
मूंगी मूंगी गाम बजार
ऊभा हारे
आशा बांधी ताणी
साचखोटना हिसाब
हवे लखवाना लेखा
कोई अनामी चोपडे खेली
जमा खाता केरी फोरम रेली
होय जेना चोपडा चोखा
एना जीवतर होय अनोखा.....

डॉ. भावेश जेतपरिया

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🙏🍀🍀
[11/27/2016, 8:27 PM] abhinavsahitya: તરહી ગઝલ

રાગ કેદારા સમો વળતો મૂકું
આ અષાઢી વીજમાં સગડો મૂકું

વાસ નાખે તાણ વાણી બોલતા
લાવ મોભે બાપનો કાગડો મૂકું

સામ સામે ખેતરે શેઢો હતો,
હાલ વચ્ચે હું હવે વગડો મૂકું

ના હવે નજરો વળે બસ એક જે
ખબર છે હું આગમાં ધસતો મૂકું

એમ ના ફાવે જાતને જોડતા
તું કહે તો બોટલે થડકો મૂકું

આ કટોરા પી જવા પલવારમાં
શ્વાસ મારો આગમાં તરતો મૂકું

આયનો ના વાત કરતો સામને,
શું કરું બીજું હવે ભડકો મૂકું ?

હાથ રેખા દોડતી છે જીંદગી
તું કહે વચ્ચે જરા ઝટકો મૂકું

ડૉ. ભાવેશ જેતપરિયા
[11/28/2016, 7:26 AM] abhinavsahitya: 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

નોટને નજરું લાગી
       ડૉ. ભાવેશ જેતપરિયા

એક મોટી નોટ લઈને
પ્રદાદાજીએ આખું
ખેતર ખરીદેલું
એવું દાદાજી કહેતા
અમે સાંભળતા સાથે બેસીને.
એ મોટી નોટથી,
દાદાએ મકાન ખરીદ્યાનું
અમારી નાની નજરે જોયેલું,
રમેલાં મોટાં ફળિયામાં
લીંબડે ઝુલ્યાનું યાદ.
એ મોટી નોટોનું
બંડલ લઈ પાપાએ પ્લોટ લીધેલો
સાથે
લોનના હપ્તાનું માદળિયું બાંધીને
હપ્તા ભરવા
હુંયે જતો સાથે સ્કૂટર પર બેસીને,
યાદ છે મને.
એવાં બંડલના બંડલને
થેલીમાં છાનામાના નાખીને
મે પ્લોટ લીધો,
જૂનો પ્લોટ વેચીને
મકાન બાંધ્યું
સાથે લોનને ઉમેરી,
ઉછી ઉધારા સાથે
હાશકારો લઈ
ઉંચી સોસાયટીમાં થયું
એક નાનું મકાન;
પછી હપ્તા પૂરા થયા
અને
દોઢિયું મકાન કૂદાકૂદ કરે
સંકડાશને સામે ઘરે
એપાર્ટમેન્ટની ઉંચાઈ નજરુ મારે
ત્યારે ઓલી કહેવાતી મોટી નોટ
પોસ્ટકાર્ડ જેવડી બની ગઈ,
આજે પુત્રના હાથમાં ટીકીટ
બનીને ગૂંદર લગાવીને
હવે સાંધ્યા કરવાની છે,
થૂંક ઉડાડતા
સરકારી ટેભા ભરતા
રાહતના દરે બાદ લેતા
હપ્તાના ઓથારમાં
અટવાતા અટવાતા
દસ્તાવેજી હકિકત બનતી,
આ સામે આવીને ઊભી
અમે અલગ અલગ રુમમાં બેસીને
જોયા કરીએ છીએ
ઢગલાનો માલ થઈ ગયેલી
થોકબંધ નોટ.....!

ડૉ. ભાવેશ જેતપરિયા

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
[11/28/2016, 9:30 AM] abhinavsahitya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

फोन- बोन करमां

एला तुं मने आम घडीघडी फोन-बोन करमां,
आ लीली लीली कुणीकुणी लागणियुं धरमां.

सहेलियुं साथे होय अने कलासरुमे केमेरे केद छुं,
सरनो मिमाज ले चककरिया ए चहेरानो भेद छुं;
चारेकोर नजरुनी तोपो मंडाणी छे राह रफतारमां.
एला तुं मने आम घडीधडी फोन-बोन करमां.....

सेमेस्टर नाना थोकबंध सवालो नोटमां संताय छे,
'वायवा' बाकी छे, सेमीनारमां पग ध्रुजी जाय छे.
शेरीनी बारीमां टीइइट करी रेढियाळुं फरमां.
एला तुं मने आम घडीघडी फोन-बोन करमां.....

पप्पानो पारो छे ऊंचोने मम्मीनो तोर तूटातूट छे,
भईलाने गेम्स रमवानी,कोलबोल जोवानी छूट छे;
तारी टेववश टोकरियुं वाग्या करे घरने उंबरमां.
एला तुं मने आम घडीघडी फोन-बोन करमां......

डॉ भावेश जेतपरिया

( मोरबी जिल्ला साहित्य वर्तुळ )

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[11/28/2016, 9:31 AM] abhinavsahitya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

હરિવર કહે તો...

હરિવર કહે તો આવું- જાવું
                      અમથું શું ડોકાવું
                હરિવર કહે તો આવું....

મોરપીંછના રંગો હરફર વાદળિયાં થઈ ભરું
સાત સમંદર આર પાર જઈ વાવળિયા થઈ તરું?
ભીતર ભીની ભભક માટી પાંખોને ફફડાવું ?
                 હરિવર કહે તો આવું....

કાગળ કોરા કટ્ લખવા ઝટ્ કરી શું ધરવું ?
શ્વાસ કેરી સડકો પરથી દડકોઅડકો રમતાં ફરવું ?
કોયલ નાદે ઉલટપલટ મુરલી થૈ શું ગાવું ?
           હરિવર કહે તો આવુંજાવું.....

ડૉ ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[11/28/2016, 9:45 AM] abhinavsahitya: ☘☘☘☘☘☘☘☘☘☘☘

હરિવર અંગત અંગત
            ડૉ. ભાવેશ જેતપરિયા

હોય અઠંગો
અવાજ ઉતારી
આરપાર અંતર વહેતું
હરિવર અંગત અંગત....
તલભર તાળું લટકે બંધ બારણે
હાથવગી હોય
સમરથ ચાવી રજભર
હરિવર સંગત સંગત.....
મળે એઠાં બોર કે કરતાલ
લઈને તાલ ચાલ કે
તુલસીદલને તોલે
હોલા સમ ઘૂંટે હળવા જાપ
લખલખ પોબારા પોકાર
હજુરી હલક ડોલે
ઝાલર કેરી આરત પરગટ
રણઝણતી દલકમલમાં હેલી
વાટે ઘાટે આગત સ્વાગત
અવાજ ઉતારી અંતર વહેતું
હરિવર અંગત અંગત....
મૂળથી થડ વડ ડાળેડાળે
પાન કે નસનસ
તસતસ સુસવાટામાં વાયુ
મન મજાનું શિલાલેખ
થઈ જાય પછી પરગટ
શોધતા પરપોટામાં આયુ
ધૂપ ધૂમાડો યજ્ઞ થઈને
ગઢ ગાંગરતા મેલી
ટશિયા ફૂટ્યા તેજભેજરજ
સ્હેજે સ્હેજે લેતા
હરીવર રંગત પંગત
આરપાર અંતર વહેતું
હરિવર અંગત અંગત.....

( મોરબી જિલ્લા સાહિત્ય વર્તુળ )

☘☘☘☘☘☘☘☘☘☘☘
[11/28/2016, 9:45 AM] abhinavsahitya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

૮૦ વરસની જીવલીનું ગીત
                ડૉ. ભાવેશ જેતપરિયા

અમે કહ્યું કે માજી કયારે ઉકલવું છે તો-

નાક ફૂલાવી છણકો કરતી કહી ગઇ જીવલી
કોણ કહે છે કમર મારી વાંકી છે,
         હજુ જીવવાનું તો બાકી છે......

ચાર બજે જબકીને ઘંટી ઘમઘમાવું છું
નેતરું લઈને હાથે દોણાને ઘમકાવું છું
એમ કયાં ધમની નસનસ થાકી છે
         હજુ જીવવાનું તો બાકી છે......

શ્રાવણની કથા સુણી જીવતર વાંચું છું
અધિક માસે ગોપી થઈ ઘનાઘન નાચું છું
ક્યા સોય પરોવતી નજરું મારી પાકી છે
          હજુ જીવવાનું તો બાકી છે......

શ્યામ સાડલો હોય ભલે એ સમય છે હમણા
ખોંખારે બેઠાં થાય એવા અંદર છે શમણાં
પાનેતર ઓઢ્યાની એવી અડીખમ ઝાંકી છે
          હજુ જીવવાનું તો બાકી છે......

ભનીની ભનીના લગનને હું માણું છું
ખૂપડે બાંધ્યા નાણા વાપરી જાણું છું
દૂર લંબાતી વાટને મે કયાં તાકી છે
           હજુ જીવવાનું તો બાકી છે.....

( મોરબી જીલ્લા સાહિત્ય વર્તુળ )

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
નોંધ..1998 માં લખેલું.....👏💐
[11/28/2016, 9:45 AM] abhinavsahitya: શ્રી ગઝલ

શ્રી ગઝલ ને ગીત-છંદો, હું તમારો અંશ છું !
આખરે હું પણ તમારા પૂર્વજોનો વંશ છું !

એટલે આવે છે મારી પાસ બોલાવ્યા વગર,
ઝેર જેવા જગમાં હું અમૃતનો જાણે ડંખ છું !

હું બગીચામાં ખીલેલા ફૂલની માફક નથી,
માંડવે પોંખાઇને હું આવનારો રંગ છું !

દ્વોપદીની જેમ કેવળ યુધ્ધનું કારણ નથી,
હું ગદા છું, તીર છું, તલવાર, ભાલા, શંખ છું !
                   
                      પારુલ વાળા
[11/28/2016, 9:45 AM] abhinavsahitya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

જળહળવા ધૂણા
             ડૉ. ભાવેશ જેતપરિયા

દિવાળીમાં લથબથ ધોયા સઘળા ખૂણા
જ્યાં એક વરસ થ્યા લાગી ગ્યાતા લૂણા

મેલ ભરેલો માથા લગણ ધરવા પલપલ ધોખા
સામે જાવું ભાર વધારી ઈંડ્યું પિંડ્યું  ખાલી ખોખાં
સમજણ સાને ન મળી પાતર સાવ નગુણા
દિવાળીમાં લથબથ ધોયા સઘળા ખૂણા...

દરવાજા ના ધોયાં એકેય લબત ભરેલાં અંદર
મંદિરિયામાં હાજર બેઠા જોઈ લે મસ્ત કલંદર
અનાહતની હેડકી આવે તો જળહળ રહેશે ધૂણા
દિવાળીમાં લથબથ ધોયા સઘળા ખૂણા..

   ( મોરબી જિલ્લા સાહિત્ય વર્તુળ )
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[11/28/2016, 9:45 AM] abhinavsahitya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

આભે ઉતરી ભાળી

આભેથી ઉતરી
રંગ પડીકે ચિતરી
ભાવે નીતરી,
કિરણ તરણાં કુંડે પાંગરતી પરસાળ
ઝાકળ ભીનાં તરણાં પર બોછાર;
ખળખળ ખળખળ ઝરણાં રેલે દદળી,
જલતરંગે વાયુ લ્હેરે ઉડતી માછલિયુંની આંખે ફરફર પાંખે.
ચિતરે મોર જોર ભીતરવું ભંડારી
તૂટ્યા ટહુકે તોર
લટકે હવા રવા થઈ પાનપાન જઇ પૂગે
પાદરના વડલાની ડાળ બનીને ઝૂલે;
માળા ગૂંથી તરણાનાં તરજૂમે
સુગરી છેલ્લી ડાળે કૂવા પાળે.
ઘેટાં રસ્તે વાળે
ડાંભૂ ભરતો દૂધમલિયો ગોવાલ ગરજે
હીહીના ડચકારે જાગે ગામ.
શેરી રસ્તા ચોકલોકનાં પગલાં ગણે
હય તણાં હલકારા ગણે
પલકારાનાં પાંગત તાણી
બંસી સૂર સમી ઉભરાતી પ્રીતે
લાગણિયું હીંચોળે ડાળ ડાળના વાયુ
દોરામાં થઈ મૂળનાં હેત બની પંપાળે;
પર્વત ટોચે વાદલડીનાં નેવાં
દોડી ઉભડક ઉભડક બેસે;
ડચકા લેતો સૂરજ છીપલી બારો
હાથી છબછબ નાયો
ચકલી ચાંચ ધરીને થાકી
પાકી ભીના ભાવે,
હંસારાણા પૂછે:
શું છે ?  શું છે ?
ચણવા જેવું
લણવા જેવું
ડૂંડૂ મોભ પલાણી ઊભું
ગાંગરવું ગણવા જેવું
એકલ મુખી ખીજડો
જોગી જટા વનરાજી
પડખે તરણાં લવકે હાજી
છેટે આંબા રધમકે હાજી
ગાગર કોરી રણકે હાજી
જમના નીર ભરીને આવું
ગાગર રેઢી રીઢી લઈ આવું
શેરી કલરવ કરતી આવું;
વનની કોયલ જેવું કાળું
બંઘાંતી આંખો જેવું કાળું;
તેતર ખેતર લઈને ચાલ્યું
ઝીંડવા ધલવલ લઈને હાલ્યું
જીપટો જાલી મૂળસોતરું હાલ્યું
સસલું કંપન ભરતું શૂળે
જંતું લથબથ ભર્યું મૂળે
ઝરમર ઝરમર આંખો ઢાળી
તરુવર વાંકી ડાળી:
આ ઢળિયો બળિયો હાજી
આ ભાજી રાજી હાજી
કર્યા ચણાક કરતા ચોખો,
ચિતડે થાણું નાખી રાજી
ચલમું પીધી આખી રાતે રાજી
પિંડડી બીતી બીતી બળે હાજી
ચોગમ ચોકી નોખી હાજી
વાળી ફળિયામાંથી લીંડી
બળ્યા ઈંડિયા પીંડિયા
શમણાં વરસ્યાં હમણાં રાજી
દરિયા છલકે મલકે હાજી
આ તો પરપોટામાં પાણી હાજી
ઘડાંગ્  કરતાં ફૂટયા
બાંધ્યા દોરા તૂટયા
વહેતી જલની ધારા
પાસા પડી ગયા પોબારા
નદિયું બેય કાંઠારી હલકે
કાઠાળી ઠીકરિયું મલકે
ભેખડ ખોલી ખૂંપે:
થઈ જાતી રખવાઈ હવે ના કણસે
ખોટે ખોટી ના વણસે નૂરતસૂરત
સૂરત નૂરત અવળું સવળું હાલે,
અેક ખૂણેરું વાગ્યું જંતર
સઘળા તોડી તંતર
સઘળા મૂકી મંતર
ઊંડે ઊંડે નજરું ખોડી;
લબલબ જીભડી બંધ
કુણી મલક વાતો બંધ
લ્હેરી ગલપચીની બંધ
નેજવું તાણતી નજરું બંધ
ખટપટ પાંગરતી ના કૂપે થઈ ગઈ બંધ;
ગઢની ભીતર વગડે પાવા
ફૂંફવે કૂવામાંથી બારા
હોશ જોશના કેોસ સામટા ખેંચી;
નીકળે જલધારા છૂટી
વહેતી રહેતી એકધારી
કોડ ભરેલી મદમાતી થઈ ગઈ મૌન
બેડાં દૂજયાં રુપના રેલે
ચૂંદડી ઓઢી અનામ હેરી;
છેડે બાંધી સાંધી સવા રુપિયો સમજો
લાપસિયુંનાં આંધણ સમજો
ખીલ્લાં ઝીંકી બાંધ્યા સમજો
ઢળતી સાંજે બજાર મહેકી સમજો
નજરું સચરાચરની દમકી સમજો
રણકે છનનન છનનન સોનપરીના
ઝાંઝર સપના અપના થઇને વળગે,
આલોકે સાંજ સવારનો તડકો થઈને
હેલી વરસી રેલી થઈને
ગાંગરતી વરતી વ્હેતી
રાત બનીને વ્હેતી
તગતગ આંખે દીઠી વ્હેતી
મોરપીંછવા માધવ લૈ ગ્યો વ્હેતી:
મનડું માજમ રાતે મૂંગું સરવા કાને
સરગમ હેડકિયુંની હેલી
ભીંતે તોરણ થઈને લટકે
ઉંબરનાં ઓશિકે જઈ અટકે;
મબલખ પાક્યાં મોતી
ખૂલી સહેજે સહેજે બારી
નસનસ સહેજે સહેજે છૂટી
ખૂલી સહેજે સહેજે ડેલી,
લટકે તલભર તાલું
મલી રજભર ચાવી
વાળી સહેજે સહેજે વરતી
ચોગરદમ આવી ભરતી
આભે જઈને ઉતરતી......

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
.
[11/28/2016, 9:45 AM] abhinavsahitya: ☘☘☘☘☘☘☘☘☘☘☘
                
                   મેસેન્જરને....

        મોકલો ના આમ જથ્થાબંધ
                 બીબાં ઢાળ આ મેેસેજને,
        રાત ઢળતા લાભશુભ સંદેશ સૌ
                      ઢગલો થઈ ડૂમો બને.
                 ડૉ. ભાવેશ જેતપરિયા

☘☘☘☘☘☘☘☘☘☘☘
[11/28/2016, 9:45 AM] abhinavsahitya: ☘☘☘☘☘☘☘☘☘☘☘

               મોટી મોટી નોટ

     પૂજતા જેે રોજ ખીટી
                    આ પટારે મૂકી ચીજને
     વળગણ બની સળગે બધું
                           ઘૂપ ધૂવાં બંધ છે.
               ડૉ. ભાવેશ જેતપરિયા

☘☘☘☘☘☘☘☘☘☘☘
[11/28/2016, 9:45 AM] abhinavsahitya: ☘☘☘☘☘☘☘☘☘☘☘
              
                 પંખી ગયું

એક પંખી ડાળ પર બેસી ગયું વાત થઈને પછી
ઝૂલતો આ આંખ સામે હીંચકો પાન લઈને પછી
                     ડૉ. ભાવેશ જેતપરિયા

☘☘☘☘☘☘☘☘☘☘☘
[11/28/2016, 9:45 AM] abhinavsahitya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

करन्सीनां टोळामां

हारबंध उभवानी टेव साली जाय नहि
अने आ रुपियानी भूख पूरी थाय नहि

पटारे पडेला रुपियाने व्हाइमां फेरववा केम?
लटकती रुपियानी मूंछडीनो भांगी ग्यो वहेम
रोकडी खनखनती मूडीनो मेळ क्यांय खाय नहि
हारबंध उघवानी टेव.....

रोज रोज देखाय छे टोळांमां अोगळतो माणस
मांड मांड मल्युं छे जीववानुं धूळखाय चानस
घेटां सम दोरातो जाय गोवाळ कोईना थाय नहि
हारबंध उभवानी टेव......

खोटानुं साचुंने साचानुं खोटुंना  खेलाया खेल
पाघडीनो वळ आवे छेडे,हाल नाखी छे टेल
जो आ टेकसफ्रि आवेली उंघ पाछी जाय नहि
हारबंध उभवानी टेव....

डॉ. भावेश जेतपरिया

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[11/28/2016, 9:45 AM] abhinavsahitya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

હરિવર કહે તો...

હરિવર કહે તો આવું- જાવું
                      અમથું શું ડોકાવું
                હરિવર કહે તો આવું....

મોરપીંછના રંગો હરફર વાદળિયાં થઈ ભરું
સાત સમંદર આર પાર જઈ વાવળિયા થઈ તરું?
ભીતર ભીની ભભક માટી પાંખોને ફફડાવું ?
                 હરિવર કહે તો આવું....

કાગળ કોરા કટ્ લખવા ઝટ્ કરી શું ધરવું ?
શ્વાસ કેરી સડકો પરથી દડકોઅડકો રમતાં ફરવું ?
કોયલ નાદે ઉલટપલટ મુરલી થૈ શું ગાવું ?
           હરિવર કહે તો આવુંજાવું.....

ડૉ ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[11/28/2016, 9:45 AM] abhinavsahitya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

પાળિયાને ઉકેલતા

કાંકરી ચાળો થયો
લટકું કરતો,
પર્વત પથ્થર પથ્થર આડા
જોડી વાડા,
જૂનાગઢી જાજમ પાથરી પણ...
પગલાં કંકુ વરણાં કરી
ફરતી આણ,
ડૂંગરા દળતા થંભે
કંપે ગોજારી તલવાર
થંભે શૂરા થૈ અસવાર
રંગીન મહેલે ખાલી ખટકે
વેર વટના વમળ બહુ બહુ ઊંડાં;
કટક ડૂબે
ચઢતા ચઢાણ વાંકાચૂકા
પછી
જડેલ પથ્થર
હાથની છાપ ભોગાવા તીરે,
ખળખળ કરતી
રેતીભર ભમતી પૂગી આણ:
ગઢ હોંકારા
વળી વળી વળખાતા,
ગઢ થયો ઉચ્છવાસ
જળાલંબ થૈ ઝળકે
જમણા પગ અંગૂઠે
જળનું ચાલે વહાણ રેત પર
અશ્વ પલાણી ઊભા શ્વાસ;
દળતાં આંસુ લઈ ચોપાસ;
પથ્થર થઈને
ટાંકણું વીંધે
ચીંધતા પાળિયા પ્રાણવાન;
તોડફોડ કરી
ખોતરે પહાડ જેવડી આશા;
ખોડી ખાંભી
અવાચ અનમોલ.
શાલિગ્રામની ખોજમાં
કાંકરા વિણવું ગમે
પાંચિકાની પડોજણ ગમે
પણ આતો
આવી ખબરું અણધારી
પથ્થરના થર પર થર
ભીતર સાંધે;
અાકાશી ખૂલી બારી
સૂરજની સવારી
હવા રવા થઈ ન્યારી
ભીંજાતી કણકણની કયારી,
જગ પ્યારી સુજાણ
સતીની આણ.

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[11/29/2016, 7:43 PM] abhinavsahitya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

करन्सीनां टोळामां

हारबंध उभवानी टेव साली जाय नहि
अने आ रुपियानी भूख पूरी थाय नहि

पटारे पडेला रुपियाने व्हाइमां फेरववा केम?
लटकती रुपियानी मूंछडीनो भांगी ग्यो वहेम
रोकडी खनखनती मूडीनो मेळ क्यांय खाय नहि
हारबंध उघवानी टेव.....

रोज रोज देखाय छे टोळांमां अोगळतो माणस
मांड मांड मल्युं छे जीववानुं धूळखाय चानस
घेटां सम दोराय पण गोवाळियो कोईनो थाय नहि
हारबंध उभवानी टेव......

खोटानुं साचुंने साचानुं खोटुं ए खेलाया खेल
पाघडीनो वळ आवे छेडे,हाल नाखी छे टेल
जोजेआ टेकसफ्रि आवेली उंघ पाछी जाय नहि
हारबंध उभवानी टेव....

डॉ. भावेश जेतपरिया

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[11/29/2016, 7:56 PM] abhinavsahitya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

થેલો ભરીને

થેલાનો ભાર લઈ કાંધ પર નિશાળે ઠલવાતું થાશે;
રીક્ષા,સ્કૂટર,સાયકલ કે પગલાંનું ધમધમતું થાશે.

'બાય મોમ' પાપાને  'ટાટા' હો શબ્દમાં સપનાથી ખીસ્સું છલકાશે;
રસ્તા પર હોંહોંની વચ્ચે રહી ડ્રાઈવરને હવાલે ફૂલડું અથડાશે.
ગમતિલું રમતિલું લાઈનસર શૈશવિયું કેમ્પસમાં ધલવલતું થાશે.
થેલાનો ભાર લઈ કાંધ પર...

કોરી કટ્ પાટીની મસ્તીને બીબાંમાં ઢાળીને સમથળવું કરતા;
રંગરંગ પતંગિયાં લેશનને નિયમમાં એક જાત પહેરીને ફરતા.
હૈયામાં ધગધગતું ભાવ ઝરણ ઠીંગરાઈને નીતરતું ગાશે.
થેલાનો ભાર લઈ કાંધ પર....

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[11/29/2016, 8:03 PM] abhinavsahitya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

🍁 સી.એ. બોલ્યા રે લોલ
                     ડૉ. ભાવેશ જેતપરિયા

'હ બોલો !
અમે તમારા માટે જ છીએ....
હમમમમ હમ...પછી.....હમ..બોલો...અટકી કેમ ગયા ?
કેટલા કરોડ છે ?
૨૦ કરોડ ! ..તો કયાં મુંઝાવાનું છે ?
એને વાઈટ કરવા તો અઘરા પડે
ન્હોતા કમાયા, એમ માનો !
ગામમાં ઉંબરા દીઠ આપવા લાગો !
છે તો સળગાવી દોને !
રેડ પડે એ પહેલો નીકાલ કરી નાખો,ભાઈ !
હી...હી...હી....આવજો....
બોલો, હા એ હું ...બોલોને !
તમારા ચિંતા જ નથી.
રોકડેથી ભરી દો.
કેટલાની વ્યવસ્થા કરવાની છે ?
ત્રીસ લાખ ભરી શકો છો,એનાથી વધારે એન્ટ્રી ન કરતા,ઓરીજીનલ આઈકાર્ડ લઈને જજો...
એમાં ડરવા જેવું નથી,કંઈ જ નહિ થાય....નહિ આવે સમસ્યા...
હા બીજી બેંકના અલગ અલગ ખાતાંમાં ન નાખતા....
એક સાથે જ નાખી દો...કટકે કટકે નહિ....અરે....સાહેબ !
તમે નોકરિયાત છો,
તમે ટેક્સ ભરો છો,
રીટર્ન ફાઈલમાં રકમ બોલે છે
તમે કીધી એટલી રકમ જમા કરાવી દો.
અને હા,
તમે ખરીદી ચેકથી કરી હોય,
તમે ચેકથી ઉછીના આપ્યા હોય,
બીલથી સોનું ખરીદ્યું હોય,
તમારા લોકરમાં જે હોય એ બધું
ચોખું હોવું જોઈએ,
અરે..અરે
કરોડો રુપિયાનાં બંડલ રુમમાં પડયા હોય,
બે હિસાબ લગડિયું ખાનામાં ખખડતી હોય તો કોઈના કાને સંભળાય નહિ એ ધ્યાન રાખવું, ખાસ ગણી.
બોલો....બોલો....
તમારે તો તો ૨.૫ લાખ બેંકમાં
નાખી દેવાના રહે છે,
હા,સાથે આધાર કાર્ડ લઈ જજો,
કાકીનાં ખાતામાં પણ ૨.૫ નાખી દેજો,
હા, પૂરી રકમ ન નાખતા,
રાઉન્ડ ફિગરમાં રાખજો,
તમે કંઈ વેચ્યું હોય તો બાદ મલે,
વિમો પાકયો હોય તો બાદ મલે,
લોકરમાં કેટલું કીધું.....
ઠીક છે, પચાસ તોલા ? ..વાંધો નહિ
જમાઈના કેટલા કીધા ?
પ લાખ છે, તો બેય વહુના ખાતે કરી નાખો...!
એમાં કોઈ તકલિફ નથી થવાની,
વહાટઈમાં જ રહેવાય
એમાં જ મજા છે,
અમે કહીએ છીએ
વ્લેકમાં ન જવાય
અમે કહીએ છીએ
અમે તમારા માટે જ છીઅે.
પ્રેમથી આવો
શાનથી આવો
માનથી આવો
આવતા રહેશો, કીધું કરતા રહેશો તો
તમને કે સાહસને આફત નથી
અમે તમારા માટે જ છીએને......‌?!

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[12/4/2016, 11:41 AM] abhinavsahitya: આયનામાં કાયમી જે બંધ છે,
પાંખ ફેલાવી ઉડાતું હોય તો.
ડૉ. ભાવેશ જેતપરિયા
[12/4/2016, 11:41 AM] abhinavsahitya: આ કટોરો સામટો પીવાય જો
હાથ ફેલાવી અાપાતું હોય તો.
ડૉ. ભાવેશ જેતપરિયા
[12/4/2016, 1:13 PM] abhinavsahitya: હોય જો એ સમજની ઓ પાર જઈ આપણે
લાગણીનો પ્રશ્ન હો ત્યાં પૂછવાનું હોય નહિ
ડૉ. ભાવેશ જેતપરિયા
[12/4/2016, 2:33 PM] abhinavsahitya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

કાવડ ઉંચકતા

અડખે પડખે પહેરા ભરતા પડછાયો થઈ,
જડવાનું ને બુલંદી ફરમાન લઈને ફરવાનું.

આ જીવતરિયાનું એવું છે કે દરિયા વચ્ચે,
ઊભા રાખી સળી મૂકી સળગાવે,
ફરતા એવા પિંડ પરાયા ઘરની અંદર,
સાથે રહીને વળી વળી અકળાવે.
ખણવા જેવી ખૂદ ખુમારી ખણતા,
હાથ જેવડાં હલેસાં ભેર સામા પૂરે તરવાનું
અડખે પડખે પડછાયો થઈ.....

આંખો સામે તરતાં સપનાં સાચાં ખોટાં,
નકકી નહિ કે રીત રસમથી દોડે,
એ ધલવલ કલબલ મરકે બરકે ફફડે
લબડે ઝંબો ઝંબો તગડે તોડે જોડે.
વફાઈ નફાઈની વાત મળે નહિ,
રાખી ખભે કાવડ જેવું બાંધી નીકળવાનું.
અડખે પડખે પડછાયો થઈ.....

કાન ખોલીને જાય જણસ સમ જનમાં,
વાવડિયા માગે ચોરાને ચીતરવું,
પરબે પાણી ભરે ભીંતડાં ગટગટ,
નવલું હંબો હંબો થાય ભીતરવું.
ભૂ પર બેસી તીર ગગનની ડાળે,
ટગરિયું પંખી ઝટધટમાં વિંધવાનું.
અડખે પડખે પડછાયો થઈ.....

ડૉ. ભાવેશ જેતપરિયા

( મોરબી જિલ્લા સાહિત્ય વર્તુળ )
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[12/5/2016, 5:00 AM] abhinavsahitya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

કોડિયાંને કલર

ઘસી ઘસીને થાકો.
એવો કલર ચડી ગ્યો પાકો

મૂળ મારગ માટીના ધૂળ ધૂળ ભરેલાં,
ઉપર ખળખળ નાખ્યાં જળના રેલા.
લ્યો,સમય કાંકરી થઈને પડ્યા,હાંકો.
કોડિયાંને કલર ચડી ગ્યો પાકો....

સૂરજ તપી તપીને દઈ ગ્યો પાકો તડકો,
ખાલી અમથી અવકાશ ભરતી સડકો.
સળગી વાટે ઝળહળ કરવા હાંકો.
કોડિયાંને કલર ચડી ગ્યો પાકો.....

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[12/5/2016, 5:00 AM] abhinavsahitya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

રસ્તે કોડિયું

કોડિયાને કલર ચડાવો પાકો,
અંદર બહાર ઘસી ઘસીને થાકો.

ખોડી જોડી પિંડે ધૂળ ધૂળ ભરેલાં,
જળ ભરેલા પગના રેલા હોય છકેલા.
સમય કાંકરી કૂદે,રમતા મારગ હાંકો.
કોડિયાંને કલર ચડાવો પાકો....

નીંભાડામાં તપી તપીને વેઠી ભડકો,
ચારેકોરે વળગ્યો આ અવકાશી તડકો.
દિવાસળીને ચાંપી પછી ઝળહળ તાકો.
કોડિયાંને કલર ચડી ગ્યો પાકો.....

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[12/5/2016, 5:00 AM] abhinavsahitya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

બે હાઈકું

કોડિયાં મૂક
ઝળહળ કરવા
રંગ પૂરીને

હવે કો઼ડિયું
અથરું ઝળહળ
રંગાતું રંગે

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[12/5/2016, 5:01 AM] abhinavsahitya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

બે હાઈકું

કોડિયાં મૂક
ઝળહળ પહેલા
રંગ પૂરવા

કો઼ડિયું હવે
ઝળહળ અથરું
રંગાતું રંગે

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[12/5/2016, 5:02 AM] abhinavsahitya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

થડિયું ઝીલે

એક પાંગરેલી
છમ્મ લીલી ડાળ
ધીમે ધીમે
ફૂલ ફળ દઈ
ટપ કરતીકને બંધ થઈ.
ચામડિયું સૂકાયેલી
દેખાય છે અરિસાવત્
અને
બીજુ રાબેતા મુજબ થાય છે:
પંખી ગાય છે,
સવારે ક્ષિતિજ છીપલી
કંકુવરણી થાય છે,
ફૂલ ખીલ્યાં છે,
ઝાકળ ચમકે છે
તોય
શીત લહરમાં બરછટ છાલ કઠે.
અડખે પડખે
પતંગિયાં ઊડાઊડ કરી
અવકાશ ભરે
અને
આ ડાળ કડડડ..ટ..ઈ...ડ...ટ...ઈ....
નીચે નમી, લ્યો !
પણ
સામે રહેલો વડલો
લીલી આંબલી
મોટી બોરડી
જૂનું કદંબ છલકતું
પહેરો ભરી મલકતું
મારી સામે વિકસે, વિસ્તરે...
ઊપર નીચે આજુબાજુ;
પણ
મારો ખરી પડેલો
એક હાથ સામટો ધબ્
નજરે વેરાય છે,
બીજો હાથ કુહાડાએ કપાય છે,
કાનસ,રંધો....
ચાલશે એના પર;
હજુ હમણાની જ વાત,
લીલી લાગતી ઓ ડાળ,
ચૂલામાં ડોશી સાથે બળે છે,જુઓ !
સૂરજ સામે પાર
અંધકારનો પડછાયો થઈ ફરે,
સામટો શ્વાસ થૂંથૂં માંડ કરે,
નાકનું ટીચકું ઢીલું,
આ લબડતા હોઠે લાળ રેલાય,
અા વણ વીંધેલી
અને ખૂબ ચીંધેલી
આ નજર વળી વળી અટવાય
પછીત પરનો ચૂનો ખરતો અનુભવીને:
સૂકાં પર્ણોનો ઢગલો
મને ગળે વળગીને ઘેરે;
'લાવને ફૂંકી મારું' થાય મન
પણ
જો ચકમક તણખો પડે
તો ભડભડ ભડભડ બળે
તો ચલમની ફૂંકો દઉ
તો કસ પર કસ દઉ
તો અગોચરી,ખેંચરી.....
પગથિયાં પર ચડતા
મોલે બેસું,
ખીલું બહાર
બાવન બાર પછી
પહેલા ઊતારું પોટલાનો ભાર
પહેલા તાણીને  બાંધુ તાર
એવું એવું કૂદે અંદર
ડાળ થઈ ઝૂલવું માગે,
પણ
આ પાંદડું ફૂટે એટલી જ વાર
પછી તો-
દરવાજા ગાશે
ચારેકોર ઉજાશે
'હું' થી બહાર પછી
'તું' થી બહાર પછી
સહજ સહેજે
એવું આવે ધગધગ ટાણું....!

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[12/7/2016, 11:45 AM] abhinavsahitya: ટેવ તણી શહાદત જલતી રહે અને
ફૂંકું ચલમ કસ પર કશ લત વિચારની
ડૉ. ભાવેશ જેતપરિયા
[12/7/2016, 11:45 AM] abhinavsahitya: આ લાગણી સમજ પર ચલતી નદી રહી,
આજેય લૈ બહાવ શહાદત વિચારની
ડૉ. ભાવેશ જેતપરિયા
[12/13/2016, 5:46 PM] abhinavsahitya: spardhanu parinam
15-12-16 avashe....
504 kavyo
6 nirnayak chhe.....
[12/14/2016, 5:50 AM] abhinavsahitya: આજ એવી વાતનો કલશોર છે,
આંગણે અવસર અને વળ દોર છે.
ડૉ. ભાવેશ જેતપરિય

ટેરવાંને ભીતરે જોડ્યા પછી
જંગમાં એ ધ્વજ ખોડાય છે.
ડૉ. ભાવેશ જેતપરિયા

आजनो आ समय पूरो थाय छे,
ए गझल जेवुं सर्जीने जाय छे.
डॉ. भावेश जेतपरिया
[12/14/2016, 6:01 AM] abhinavsahitya: આજ તો અઘોરીનાં આચરણ પહેરીને,
ચલમ પિંડને માની, જાત ફૂંકવાની છે.
ડૉ. ભાવેશ જેતપરિયા
[12/14/2016, 2:51 PM] abhinavsahitya: વાટ જોઈને
બેસી રહી
આંખ સામે ઊગીને,
ઝુલી રહી ડાળ,
ઘસમસતી નદી
વહી જાય દૂર...
આશાના તરંગોવતી
પર્વતની બેય સીમા
સાથે બંધાયેલી,
સામ સામે જોયા કરે,
હરિયાલું હસે
મારી સામે
ભીતર કોરી કટ,
ભૂમિમાં પાગરતું લવે
ખીલશે એક ફૂલ હવે,
એવી આશ
આકાશ ભરીને આંબે,
હાથ ફેલાવી ફફડે
કલશોર ભરીને
લીલું લીલું તરે
ખીલું ખીલું થઈને...

ડૉ. ભાવેશ જેતપરિયા
[12/29/2016, 4:00 PM] abhinavsahitya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

હેલી હંબો હંબો

સ્હેજ વાતમાં અજવાળું ઝોકાર હંબો હંબો
અંધારાનાં પગલાં જાતા દૂરદૂર ભેંકાર હંબો હંબો

ચિબરીના અવાજો ચકકર તરે દૂરની વાટે
ઘુવડના હવડિયા વાવડ થૈ ગ્યા અવળા પાટે
મહાનલનો લગરીક મલી રહ્યો ઉપહાર હંબો હંબો
સહેજ વાતમાં અજવાળું ઝોકાર....

ભરતી ઉમટી તનમન જોડી માર્યા ઠાર હરખે
આનંદ ઉમટ્યો આંગણીએ તાણી તાર ચરખે
ભરચક ઉમટે છલકી રહી સવાર હંબો હંબો
સહેજ વાતમાં અજવાળું ઝોકાર....

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[1/7, 1:18 PM] abhinavsahitya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

બીજે નહિ લેવા નહિ દેવા

અડખે પડખે શું ચાલે છે,
મારે નહિ લેવા નહિ દેવા,
એવા પડી ગયા છે હેેવા.

વાયરાની ફૂંકેલી લીંબોળી ઝૂલંતી નજરુંમાં રાખું,
કોલ મીઠી આંબાની મંજરીને મધમધતી ચાખું.
ના પાલવે ફૂલડાં સાથે કયારાના હિસાબો લેવા.
બીજે શું ચાલે છે મારે નહિ લેવા નહિ દેવા.......

વડલા ડાળે દોરી ગૂંથી હીંચું અંકાશી ગોખલીએ,
ચિતરી ભાલે અક્ષત ભાતો ભળી રહી જીવતરીએ.
કોયલ કૂક ને ભમરાના ભણકારે ગણગણ કહેવા.
બીજે શું ચાલે છે મારે નહિ લેવા નહિ દેવા.....

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[1/7, 3:48 PM] abhinavsahitya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

ચૂંદડી ઝળહળતી

તારી ચૂંદડી ઝળહળ શબનમ ફૂલડાં પર લ્હેરાય
ભાત્યું શબરી બોરું ભાજી તાંદુલિયું ઠેરાય

સ્મરણ ભીનાં રોજ સવારે ચરતા કિરણો નરવા
ગમતું પીંછું કળા કરેલા ટહુકા લઈને ગૂંજે ધરવા
વીજ ચમકતી પલપલ અખિયા ઝરમર ન્હાય
તારી ચૂંદડી ઝળહળ શબનમ ફૂલડાં પર લ્હેરાય....

રંગઘેલા પંખી સમરસ મનડું એકલ ખૂણે બોલે
સરગમ રેલાતા ઓઢી ચાદર લીલી યાદની ખોલે
ચણોઠડીના ઢગલે તરતું સ્મરણ પીંછું દાજી જાય
તારી ચૂંદડી ઝળહળ શબનમ ફૂલડાં પર લ્હેરાય.....

                    ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[1/15, 3:52 PM] abhinavsahitya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

હરિ કરે તે ખરી

હરિવર કરે તે ખરી
પેલું પાન હલે ના જરી
મારો હરીવર કરે તે ખરી

હું એના દોરે ઉડનાર પતંગુ સાવ રે ઝીણું
આકાશે મબલખ તારામાં હું શું શું વીણું ?
અગોચરી અગાશી પર એને ફિરકી ધરી,
હરિવર કરે તે ખરી.......

ઉચક નીચક થૈ થૈ અમથું પડખે જાલી ફરું,
હાથે પકડું, કની બાંધું, પૂછડી કરું કે ન ધરું,
પવન લહેરું એના હાથે ધરી: ચગી કે ઠરી.
હરિવર કરે તે ખરી......

કાપ કૂપની કરવત માંડી મનડું મોજે તરેે,
રંગ પંચમ રંગત માંડી રમતું હાથે ધરે,
ખબર નૈ કે સપનામાંથી કયારે સવાર કરી,
મારો હરિ કરે તે ખરી.......

ડૉ. ભાવેશ જેતપરિયા        

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[1/15, 10:42 PM] abhinavsahitya: આજ એના આવવાના ઓરતા પૂરા થયા
ગીત આકર્ણ જઈ લંબાવતા ઘેઘૂરા થયા
                ડૉ. ભાવેશ જેતપરિયા
[1/15, 10:42 PM] abhinavsahitya: સાત દરિયા પારની આ વાતમાં
મઝધારી તરંગો આપણી પાસે નથી
[1/15, 10:42 PM] abhinavsahitya: ફર્યા કરવાનું સતત ગોળ છે ચોરાસી
આપણો અઠંગો આપણી પાસે નથી
[1/15, 10:42 PM] abhinavsahitya: અમે પણ ખરાને તમે પણ ખરો છો
અને પીઠ પાછળ જડે લાં છરા છો

વરસતાં જડી ભર તરસતા લગો લગ
રહે ખેચરા ના ભૂચરા ગૌચરા છો
[1/15, 10:42 PM] abhinavsahitya: एला तुं फोन- बोन करमां
लीली लागणियुं धरमां
[1/15, 10:42 PM] abhinavsahitya: અમે પણ ખરાને તમે પણ ખરો છો
અને પીઠ પાછળ જડેલા છરા છો

વરસતાં જડીભર તરસતા લગોલગ
મળે વાત દોરે અગોચર ચરા છો

લપો છે તમારી અસલિયત સુમેરી
વદે વાદ પૂરણ અખૂટા જરા છો
[1/15, 10:42 PM] abhinavsahitya: ना हवे नजरे सिवाय एक जे
आजथी जाम जो दडतो मूकुं
डॉ. भावेश जेतपरिया
[1/15, 10:42 PM] abhinavsahitya: ना हवे नजरो वळेे बस एक जे
खबर छे हुं आगमां धसतो मूकुं ?
डॉ. भावेश जेतपरिया
[1/15, 10:42 PM] abhinavsahitya: હાથ રેખા દોડતી છે જીંદગી
તું કહે વચ્ચે જરા ઝટકો મૂકું
ડૉ. ભાવેશ જેતપરિયા
[1/15, 10:42 PM] abhinavsahitya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

હસ્તિની લઈ ચલી, સૂંઢ પર
પદ્મિની હસતી ભલી, સૂંઢ પર
પગરવ પડતા ધરતી ધ્રુજે
શોભે કમલકી કલિ,સૂંઢ પર
ખેલ ખેલતા જગની વચ્ચે
ઉલટભેર હલબલી,સૂંઢ પર

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[1/15, 10:42 PM] abhinavsahitya: આ લાગણી સમજ પર વહતી રહે નદી
આજેય પણ સળગવું લઈ શહાદત વિચારની
ડૉ. ભાવેશ જેતપરિયા
[1/15, 10:42 PM] abhinavsahitya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

ગયું હવે વિલાય

બારસાંખ પર
તોરણિયાની હાર લઈને
ભીની નજરો વાવડ વિના
જોતી વાટ ઉંબરમાં,
એ ગયું હવે વિલાય....
બા નીતરતી રેલે,
દૂધમલિયાં રણઝણવું કરવા
ગમાણ પહેરી ગાય બંધાતી ખીલે, તળાવ પહેરી પગલાનો રવ થંભે
નળના જળમાં
સરવા કરતી ઘંટી કાન
પ્રભાતિયાં હલેસે પ્રગટી
ભારોભાર ભરે કલરવમાં,
એ ગયું હવે વિલાય
આ જળ જંપી ગ્યા છે,
સરિતાના પેટાળો કંપી ગ્યા છે,
લગરીક ચોમાસામાં ટચકા રહકે,
ધોરી પાણી પીવા ન જાય
કાને કોડીનું હસવું થાય
સિમેન્ટની શેરીમાં ડોગ ભસે
સાંકળ બંધો કહિયાગરો સાંભળે
જુએ લીમડે બૂલડોઝર બોલે
બૂકડો કરતું જડબું ખોલે
તરુવર મૂળસોતાં ડફ્ કરતાં
શું બોલે ?
કોતર ખોતરીને નીકળતા જોયેલા
ત્યાં રસ્તા બનતા
ડામર ચમક થયા અને
હું સાથેના સગપણ તૂટયાં
કરમ ઘરમને તરપણ ફૂટયા
કપાળ કૂટતા વૈ જાતા વાવળિયા
દોરા વણી વણીને થાકે
લાગી ફૂંક કોરા કાગજમાં
કરવું શું ?
અવસર હંબોહંબો આવે
રાગતાલને ખૂંદીગૂંદી ફાવે
પાર્ટીપ્લોટે પહેરો ભરે
ચૂલો ધબ્બો નારણને
આગ ઘૂસી ગઈ ઘરમાં
માટી પગા માણસ સાથે ભળી,
ફફડે તેતર જેવો
ભાંગતી વાતોની નીકલે
વનજાર ઓટો પહેરી
ચોકમાં અવસર ખીલે
મૂંછે વળ દઈને બેઠી ગામ બજાર
ઝાપો સૂનો
વડલો સૂકો
આ બગીચો,
આ ઝાંપો,
આ ઉભો વગડો
આ જૂની વાવ
આ કૂવોના તળ ડૂબ્યાં
તૂટલી ડોલ સામટી ડૂબી,
સીંચણિયાથી સીંચે
પોટલે બાંધેલાં સપનાં
પટારો સડવા બેઠો ખૂલો થઈને
ખળે ખબર પડે નહિ કાઊ
ઝળહળ હાર મળે નહિ જોવા,
માળા કરતા પિતા
પદ્માસન લઈને બેસી ગયા તસ્વીરે.
કરે હાકલા
ધણજોકમાં સાત-આઠ ડોબાં રખડી ગાયો ગામ બજારું કૂદે
રેઢિયાળ હંભા હંભા
ગોવો ગોવાળ નથીને ?
-કે પૂરે પાંજરે ;
આ સીઝનમાં ફરે છે ફૂલેકાં
ડી. જે. ના તાલે
ડિસ્કો કરાય છે
અને
રત્ના ઢોલીનો ત્રાંબા વરણો ઢોલ
લટકે છે ખીંટી પર.
રાયણ રોતી સીમ ભરીને
આંબલી કડડડ ટઈઈઈડ..।
ખાંભી થઈ ખૂંપી જાઉં
પાળિયાના પડકારા બોલાવે
છાના ઠાના વાર પરબે
લાગે હવે તો
સૌની સાથે સિંદૂરિયો થઈ જાઉં
ખરાવાડના ખૂણે
પણ આ
લીબડાની ડાળે હીંચકો
ઝૂલવું માગે ગળાને બાંધીને
આંખો તોડે સ્મરણ થઈને,
રસ્તે ઢોરઢાકરાં આડા
ગઈઠા બૂઠિયા  આડા
શહેરની મોટર નીકળે ઘરરર
આંબો ફળિયું ખાવા ધાય
તુલસી કારો રોજરોજ મુંજાય
જળની લીટી કરી કડાકે

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[1/15, 10:42 PM] abhinavsahitya: એે કલમની ધાર કાઢી ને પછી
વાત વાતે વાર બહુ કરતો હતો.
[1/15, 10:42 PM] abhinavsahitya: આ લાગણી સમજ પર ચલતી નદી રહી,
આજેય લૈ બહાવ શહાદત વિચારની
ડૉ. ભાવેશ જેતપરિયા
[1/15, 10:47 PM] abhinavsahitya: ડૉ. ભાવેશ જેતપરિયા
ર૦૫, તક્ષશિલા એપાર્ટ.
કન્યા છાત્રાલય રોડ,નવા બસ સ્ટેશન પાછળ,શનાળા રોડ,મોરબી.૩૬૩૬૪૧
[1/15, 10:47 PM] abhinavsahitya: અમે પણ ખરાને તમે પણ ખરો છો
અને પીઠ પાછળ જડે લાં છરા છો

વરસતાં જડી ભર તરસતા લગો લગ
રહે ખેચરા ના ભૂચરા ગૌચરા છો
[1/15, 10:47 PM] abhinavsahitya: કાગળ ઉપર લખું જંગલ ભરચક હચક હિલોળા લેતું
પાન ડાળને મૂળ થડને જઈને મનડું કહેતું
[1/15, 10:47 PM] abhinavsahitya: અમે પણ ખરાને તમે પણ ખરો છો
અને પીઠ પાછળ જડેલા છરા છો

વરસતાં જડીભર તરસતા લગોલગ
મળે વાત દોરે અગોચર ચરા છો

લપો છે તમારી અસલિયત સુમેરી
વદે વાદ પૂરણ અખૂટા જરા છો
[1/15, 10:47 PM] abhinavsahitya: श्वासनीे सडको बधी दे रोशनी
मूळ नाखी पड्युं छे झाड  पर
डॉ. भावेश जेतपरिया

મોરલાની એ કળા કેકારવી
ઢેલ થૈ વાદળ મંડયું છે ઝાડ પર!
ડૉ. ભાવેશ જેતપરિયા
[1/15, 10:57 PM] abhinavsahitya: એે કલમની ધાર પાછી તપતી કાઢી આપો
જે વિરહમાં નીકલી તેજી પાછી તપતી આપો
ડૉ. ભવેશ જેતપરિયા
[1/16, 12:33 AM] abhinavsahitya: બગાસાં આવે છે ખાસ્સાં
જડબાને કરી દે છે ત્રાસાં
[1/19, 12:32 PM] abhinavsahitya: ભાષા અને આ વાતને હદ હોય છે.
પણ મૌનને  એવી ન સરહદ હોય છે
[1/22, 12:08 PM] abhinavsahitya: એે કલમની ધાર પાછી તપતી કાઢી આપો
જે વિરહમાં નીકલી તેજી તપતી આપો
ડૉ. ભવેશ જેતપરિયા
[1/22, 12:09 PM] abhinavsahitya: એે કલમની ધાર પાછી તપતી કાઢી  આપો
જે વિરહમાં નીકલી તેજી તપતી આપો
ડૉ. ભવેશ જેતપરિયા
[1/22, 12:13 PM] abhinavsahitya: ☘☘☘☘☘☘☘☘☘☘☘
              
                 પંખી ગયું

એક પંખી ડાળ પર બેસી ગયું વાત થઈને પછી
ઝૂલતો આ આંખ સામે હીંચકો પાન લઈને પછી
                     ડૉ. ભાવેશ જેતપરિયા

☘☘☘☘☘☘☘☘☘☘☘
[1/22, 2:35 PM] abhinavsahitya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

તરહી ગઝલ

માન્યું  અમે બધુંય જનાજે લઈ જવા,
છોડી પછી તમામ અમે ખ્યાલ થઈ ગયા.

ખોડી પછી ભજન ગઢમાં બેસતા જરી,
લીધું સમરથ નામ અમે ખ્યાલ થઈ ગયા.

રેતી પરે લઈ શઢ ખાંડા તણા ખરા
ધાર્યા કર્યા કામ અમે ખ્યાલ થઈ ગયા.

પડખે પછીત તોય નજર વળગવું લઈ,
લીધા અખંડ નામ અમે ખ્યાલ થઇ ગયા.

દરદ ગમતાં મળે અમને પણ સગાં થઈ,
સોંપું દઈ લગામ અને અમે ખ્યાલ થઈ ગયા.

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[1/22, 2:47 PM] abhinavsahitya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

૮૦ વરસની જીવલીનું ગીત
                ડૉ. ભાવેશ જેતપરિયા

અમે કહ્યું કે માજી કયારે ઉકલવું છે તો-

નાક ફૂલાવી છણકો કરતી કહી ગઇ જીવલી
કોણ કહે છે કમર મારી વાંકી છે,
         હજુ જીવવાનું તો બાકી છે......

ચાર બજે જબકીને ઘંટી ઘમઘમાવું છું
નેતરું લઈને હાથે દોણાને ઘમકાવું છું
એમ કયાં ધમની નસનસ થાકી છે
         હજુ જીવવાનું તો બાકી છે......

શ્રાવણની કથા સુણી જીવતર વાંચું છું
અધિક માસે ગોપી થઈ ઘનાઘન નાચું છું
ક્યા સોય પરોવતી નજરું મારી પાકી છે
          હજુ જીવવાનું તો બાકી છે......

શ્યામ સાડલો હોય ભલે એ સમય છે હમણા
ખોંખારે બેઠાં થાય એવા અંદર છે શમણાં
પાનેતર ઓઢ્યાની એવી અડીખમ ઝાંકી છે
          હજુ જીવવાનું તો બાકી છે......

ભનીની ભનીના લગનને હું માણું છું
ખૂપડે બાંધ્યા નાણા વાપરી જાણું છું
દૂર લંબાતી વાટને મે કયાં તાકી છે
           હજુ જીવવાનું તો બાકી છે.....

( મોરબી જીલ્લા સાહિત્ય વર્તુળ )

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[1/22, 2:47 PM] abhinavsahitya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

હરિ કરે તે ખરી

હરિવર કરે તે ખરી
પેલું પાન હલે ના જરી
મારો હરીવર કરે તે ખરી

હું એના દોરે ઉડનાર પતંગુ સાવ રે ઝીણું
આકાશે મબલખ તારામાં હું શું શું વીણું ?
અગોચરી અગાશી પર એને ફિરકી ધરી,
હરિવર કરે તે ખરી.......

ઉચક નીચક થૈ થૈ અમથું પડખે જાલી ફરું,
હાથે પકડું, કની બાંધું, પૂછડી કરું કે ન ધરું,
પવન લહેરું એના હાથે ધરી: ચગી કે ઠરી.
હરિવર કરે તે ખરી......

કાપ કૂપની કરવત માંડી મનડું મોજે તરેે,
રંગ પંચમ રંગત માંડી રમતું હાથે ધરે,
ખબર નૈ કે સપનામાંથી કયારે સવાર કરી,
મારો હરિ કરે તે ખરી.......

ડૉ. ભાવેશ જેતપરિયા        

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[1/22, 2:47 PM] abhinavsahitya: ☘☘☘☘☘☘☘☘☘☘☘

હરિવર અંગત અંગત
            ડૉ. ભાવેશ જેતપરિયા

હોય અઠંગો
અવાજ ઉતારી
આરપાર અંતર વહેતું
હરિવર અંગત અંગત....
તલભર તાળું લટકે બંધ બારણે
હાથવગી હોય
સમરથ ચાવી રજભર
હરિવર સંગત સંગત.....
મળે એઠાં બોર કે કરતાલ
લઈને તાલ ચાલ કે
તુલસીદલને તોલે
હોલા સમ ઘૂંટે હળવા જાપ
લખલખ પોબારા પોકાર
હજુરી હલક ડોલે
ઝાલર કેરી આરત પરગટ
રણઝણતી દલકમલમાં હેલી
વાટે ઘાટે આગત સ્વાગત
અવાજ ઉતારી અંતર વહેતું
હરિવર અંગત અંગત....
મૂળથી થડ વડ ડાળેડાળે
પાન કે નસનસ
તસતસ સુસવાટામાં વાયુ
મન મજાનું શિલાલેખ
થઈ જાય પછી પરગટ
શોધતા પરપોટામાં આયુ
ધૂપ ધૂમાડો યજ્ઞ થઈને
ગઢ ગાંગરતા મેલી
ટશિયા ફૂટ્યા તેજભેજરજ
સ્હેજે સ્હેજે લેતા
હરીવર રંગત પંગત
આરપાર અંતર વહેતું
હરિવર અંગત અંગત.....

( મોરબી જિલ્લા સાહિત્ય વર્તુળ )

☘☘☘☘☘☘☘☘☘☘☘
[1/28, 5:30 PM] abhinavsahitya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

ધીરે ધીરે ખરતા રહેવું

બીજું શું ?
ધીરે ધીરે મરતા રહેવું
પલપલ થઈને ખરતા રહેવું
એવું લાગે કે ન લાગે તોયે
ટાણે ફેર નથી પડવાનો, સમજ્યા ?

આશા ફૂગ્ગો ફટ્,મૂંગું મૂંગું ઢગલે પડતા
થડિયું થઈને એકલવાયું સડવા લાગે,
રેલાની જેમ સળવળ વહેતા પગલાં,
લૈ લથડિયાં ખાબોચિયામાં પડવા લાગે;
આંખે તેજી નૂરો ઠંડા રાખ થૈને ઊડે,
અંદર લીલાં પાન લઈ ખદબદતા રહેવું.
બીજું શું ?  ધીરે ધીરે મરતા રહેવુું.....

જીવનને ધબકારે આશા વાસ બનીને ઊડે,
પડખે લીલાં ખેતર સીધા ડંખે ફરકી;
ચાહત સરિતા સૂની,ભાવ ઝરણનું થંભવું,
ખાવા ધાય ધડકન રહકી રહકી;
ના તોષ જરા, ના અડગ મનનો  કેફ,
ના સ્વપ્ન બનતાં અશ્વો,ના વિસ્તારતા રહેવું.
બીજું શું ? ધીમે ધીમે મરતા રહેવું....

ના પડતા પાસા હાથે, ના ખૂદ બૂલંદી બનતા,
આ મરજીવાનો મારગ ભૂલી તોરે,
હોય અગોચર આડાબીડ બનીને વટકે,
સાવ જ સીધા દરમાં લીટા કરતા સર્પ બનીને દોરે;
સજદારીને કાને ધાકું,ના બદલતાં પીંછાં,
ના નકકી  કર્યું પગલું ભરવું કે વાતાવાતા વહેતાં રહેવું.
બીજું શું ? ધીમે ધીમે મરતા રહેવું......

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[1/28, 5:30 PM] abhinavsahitya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

શ્વાસમાં જે ઝંખના ઓઢી અમે પોઢી ગયા,
રાતને લંબાવતી સહરા સુધી રજકણ બની.
              ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

No comments:

Post a Comment