Tuesday, 24 January 2017

ગઝલ

ફૂલથી ફોરમ એ રીતે નીકળે;
સ્પર્શની મૌસમ-સરિતા ઉદ્ભવે.

એ તમારી પ્યાસને બૂઝાવશે;
ઊર્મિ-ઝરણું બારમાસી સ્વર સજે !

રંગરૂપે નાજુકાઈ શબ્દની---
લઈ સુગંધો એકસાથે અવતરે !

અન્યના કંઠે જઈ શોભી ઊઠે;
વ્યંજના પણ અર્થવાહી ચહચહે !

આંગળી ચીંધી દિશા સહજા તરફ;
ધારું છું કે શબ્દ-જ્યોતિ ઝગમગે !
- ગુણવંત ઉપાધ્યાય

No comments:

Post a Comment