Friday, 27 January 2017

ગઝલ

એ કદી દેખાય એવા કાળમાં,
ક્યાં મળે છે ક્યાંય કોઈ ભાળમાં!

શોધતાં એને ન મંદિરમાં કદી,
જોઈ લેજો ક્યાંક નાના બાળમાં,

એ અહીંયા ને તહીંયા વ્યાપ્ત છે,
ખેતમાં પણ જો મળે છે શાળમાં,

ભાવતાં એને તો માખણ મિસરી,
જ્યાં મળે છે ચોરી કેરી આળમાં,

ગોપી, મીરાં, ચારણોને પૂછજો,
પુષ્પ ગૂંથે રાધિકાનાં વાળમાં,

જન્મ મથુરા જેલમાં ભાણેજનો,
પૂછજો ત્યાં કંસને મોસાળમાં,

જો 'અકલ્પિત'  કેળવી આધ્યાત્મને,
ક્યાંક દીસે ભક્તિનાં જૂવાળમાં.

- ભાવિન દેસાઈ 'અકલ્પિત'

No comments:

Post a Comment