તું મારાં શ્ર્વાસમાં પળપળ ભલેને મારતો ચક્કર
છતાં તારાંપણાંનો કોઇ પૂરાવો તું દે ઇશ્વર
મને મ્હેંકાવવાં આ હદ સુધી તું જૈ શકે ઇશ્વર. ! ?
સજાવી સેજ ફૂલોની , તું ખુદ બનતો ગયો પથ્થર ! ?
તને હું ના ભૂલું એનું ય કારણ જાણ કારીગર
બનાવી જે જે તે રચના , હું એમાંની જ છું નકકર
અકળ છે જો બધું તો આ જગતનો ભેદ પણ તું છે
કે શું પામરને, ને શું નશ્વર , બધાં પ્રશ્નોનો તું ઉત્તર
ભલે રસ્તા અલગ હો પણ બધાં પ્હોંચે છે જયાં તું હો
બધાનાં નાચ પાછળનો , ખુદા તું એક છે મંતર
પ્રવાસી છું હું ભીતરની , ભલે મારગ વિકટ મારો
ઉપર ફોગટ આ ધબકારાં સતત નાખ્યાં કરે લંગર
કમળ પર શોભતું ઝાકળ સવારે શાનથી કહેતું
ઘડીભર મ્હેંકને પામી , હવે હું થૈ ગયું શંકર
----;;;;---કવયિત્રી - પ્રજ્ઞા વશી
No comments:
Post a Comment