ફૂલોથી ડાળી ખુદને જ શણગારતી હશે,
લાગે છે કે વસંત હવે આવતી હશે!
એવું કશું નથી થયું જો, ખાસ આજે તો!
આ કોની યાદ દિલને તો તડપાવતી હશે!
વસ્ત્રો નવા જો, પહેરીને વૃક્ષો હસી રહ્યાં,
કુદરત ૠતુ પ્રમાણે એ બદલાવતી હશે !
લેતી રહે છે એ તો પરીક્ષા કદી કદી,
આ જિંદગી મને જરા અજમાવતી હશે !
ઠોકર ઘણી વખત મને લાગી જતી રહે !
શું તું મને કદી હજી સંભારતી હશે?
-હેમંત મદ્રાસી
No comments:
Post a Comment