Wednesday, 8 February 2017

ગઝલ

આરામથી આળસ લૈ ઉઠયો હું રવિવારે
મોડા ઉઠયો પણ એતો ચાલે રવિવારે

બ્રશ કરી મારી ચાહ ચા લૈને આવી
એને ગુસ્સામાં મને ઘડીયાલ બતાવી

હું હસ્યો ને એ પણ ગુસ્સો મુકી હસી,
ને ચા મુકીને એના કામ તરફ ખસી

મને ચા પીતા પીતા એ વરાળમાં પેલી જુની પેટી દેખાણી
જેમાં મારા બાળપણ ની યાદો છે કમાણી.

એને સાવ ભુલી જ ગયો છું
કેટલો વ્યસત થઈ ગયો છું
પૈસા છે માન છે ને ચાહુ એ બધુ પણ
લાગણી વગરકેટલો વ્યર્થ થઈ ગયો છું..

મેં એ પેટી ઉતારી ખોલ્યો મારો ખજાનો
એ હતો કેવો બચપનનો કાળ મજાનો...

મેં એ રમકડાઓ સામે જોયુ
કૈક પામવા મેં શું શું ખોયુ.....

મને જોઈ રમકડા એક દમ બોલ્યા
લો કેમ રડે છે હવે તને તો ઉતાવળ હતીનેં મોટા થવાની થૈ ગયો ને?

*પાગલ કોઈન્તિયાલ્વિ*

No comments:

Post a Comment