|| મૃત્યુ ||
(સોરઠા)
તકેદ રાખશો તનની, સારવાર સંભાળ
છતા ન છોડે કાળ, મડદા બનશો માનવી
જોમ રાખો જોબનના, બની રહો કા બાળ
કદી ન છોડે કાળ, મરશો આખર માનવી
વિત અપાર દ્યો વૈધને, ત્યારે કરે તપાસ
સરખો કરશે શ્ર્વાસ, મોત મટે ન માનવી
બળ જાજા બાજુ મહીં, કરશો લડવા કાજ
જબ આવે જમરાજ, મરી મટાડે માનવી
(છંદ ત્રિભંગી)
જોરાવર બલમેં, જગત સકલમેં, માનવ દલમેં, અક્કલમેં
હારે ના મલમેં, છાતી છલમેં, પાડે પલમેં, રણથલમેં
આજે ના કલમેં,ધર નભ તલમેં, જડે ન જલમેં, એ સમના
સબ શરણ પરમનાં, જોમ જનમનાં, જોખમ જમના, કાયમના
સંપત ધન જાજી, ફરતા કાજી, હાજી હાજી, સબ કરતા
જીતે દર બાજી, રાખે રાજી, રંક સમાજી, નર નમતા
કપડા ને જોડા, હાથી ઘોડા, દારૂ સોડા,આયમના
સબ શરણ પરમનાં, જોમ જનમનાં, જોખમ જમના, કાયમના
હોદે હો રાજા, સૈનિક જાજા, ગગડે હાજા, દુશ્મનને
પરજાના ખ્વાજા, રાખે સાજા, તાજામાજા, સ્વ તનને
સમરે ચડવાના, જુદ્ધ જવાના, લડ મરવાના, રણ દમના
સબ શરણ પરમનાં, જોમ જનમનાં, જોખમ જમના, કાયમના
માનવ ધર ધ્યાનં, તજ ખિચ તાનં, આનંકાનં, જીદ બધી
રાખી સુખ શાનં, કર પુન દાનં, જીવન જાનં, સેજ વધી
આખર મરવાના, પ્રાણ જવાના, થાય રવાના,હરદમના
સબ શરણ પરમનાં, જોમ જનમનાં, જોખમ જમના, કાયમના
(છપ્પય)
મોત સત્ય છે એક, છેક મરવાના જીવો
મોત સત્ય છે એક, નેક માનવ ના બીવો
મોત સત્ય છે એક, આવતી સકળ જગતને
મોત સત્ય છે એક, રાખ આખર તક પતને
રાજા રંંક કાળ મુખ મહીં, એક દીન આવી જાય
સબ સકળ જગતના જીવસૌ, મરજાય મોતની માંય
- કવિ ધાર્મિકભા ગઢવી
9712422105
No comments:
Post a Comment