91 95748 22747:
હું મંદિરે જાઉ ત્યારે રોજ મલકાય છે મૂર્તિ.
ક્યારેક ક્યારેક તો કેવી હરખાય છે મૂર્તિ ! હું મંદિરે જાઉ ત્યારે...
પછીતો હું ને મૂર્તિ વચ્ચે દ્વેત જેવું કશું હોતું જ નથી,
અંતરે આવી, પેસી મારામાં, મન-ગમતું ગીત ગાય છે મૂર્તિ હું મંદિરે જાઉ ત્યારે.....
અંતે તો હું માં એ ને એ માં હું લીન,
એમ ચણાયો પ્રભુ ! આપણા પ્રણયનો બીમ.....હું મંદિરે જાઉ ત્યારે.......
રોમે રોમે રોપ્યો તને, બન્યો તારા પ્રણયનું પુષ્પ,
આ પુષ્પને તારા હ્રદયમાં રોપીદેજે, બસ તારી જ મૂર્તિ સર્જી દેજે.
હું મંદિરે જાઉ ત્યારે.......
કોઇએ કહ્યુ ઇશ્વર જેવું કશું નથી,
ત્યારનો ‘યોગી’ રડી રહ્યો છે એજ વિચારી,
વાત આ સાચી હશે તો શું કામની આ જાત મારી !
વાત આ સાચી હશે તો શું થશે હવે હાલત મારી !
વળી, રોજ મારામાં પ્રેમ બની ઉભરતું, એ હશે કોણ !!!
હું મંદિરે જાઉ ત્યારે.......
- યોગેશ નિમ્બાર્ક ‘યોગી’
Monday, 2 January 2017
અછાદસ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment