હારી જાવ જીતી બાજી ,બને જુગારી તું જો,
મળે પ્રેમ તારો સજન,બને ખુમારી તું જો
કાજળ બની નયન ને ,વિસ્તારી તું જો,
અશ્રુ ને મોતી બનાવી, શણગારી તું જો.
તસ્વીર બની મુજ સંગ કંડારી તું જો,
અર્પણ તુજ ને દર્પણ, બની સન્નારી તું જો.
કંટક નો રાહ છોડી ,પુષ્પ બની ખરાવી તું જો,
ચઢાવી પ્રભુને પિયુષ, તેના પર ઓવારી તું જો.
ભરતી બની ઉછળુ, તારામાં લંગારી તું જો,
અભિલાષા મારી પ્રતિમા બની સંઘારી તું જો.
કાના કેરી વાંસલડી વગાડી, બની બંસરી તું જો,
પ્રિત ઘેલી યશવી ને તારી બનાવી સ્મરી તું જો.
yashvi
No comments:
Post a Comment