Monday, 30 January 2017

ગીત

મેટાલિક રંગ્યા મોઢા

એલોઝન નાંખ્યા ડોળા

સિવલેસમાં ટાઢે ધ્રૂજતી

બાઇયું મેરેજુમાં ટીપ ટોપ ફરતી.

હાઈ હિલના જોડા

લોબનમાં ગૂંચના ટોળાં

ફેક સ્માઈલો કરતી

બાઇયું મેરેજુમાં ટીપ ટોપ ફરતી.

મોબાઈલમાં કાઢે રોલા

લિપસ્ટિક ને હોઠે કોલા

સટ્રોથી સબડકા ભરતી

બાઇયું મેરેજુમાં ટીપ ટોપ ફરતી.

વનપીસના ઘરચોળા

ઓપનબેકમાં થપેડા થોડા

સ્પૂનથી રોટલા તોડતી

બાઇયું મેરેજુમાં ટીપ ટોપ ફરતી.

-શીતલ ગઢવી"શગ"

No comments:

Post a Comment