Monday, 23 January 2017

ગઝલ

મનડું ઝંખે  મળવા  જેવું,
કારણ ક્યાં છે રડવા જેવું.

મનને પજવે ઘટના જેવું,
ફરતું સઘળે  અફવા જેવું.

ગાંધી  ભાવે  રાખી  ચિંતા,
છોડો  ભાયા  લડવા  જેવું.

ભાત્રૃ  ભાવે  મળવા કાજે,
રાખો  સૌની  પરવા  જેવું.

ઘ્રૃણા મનમાં વ્યાપે ત્યારે,
માસૂમ લાગે બચવા જેવું.

                   માસૂમ મોડાસવી.

No comments:

Post a Comment