Monday, 30 January 2017

ગઝલ

હ્રદય ઝંખે નવાજી દઉ પ્રણય ના હાથ મેળાથી,
તમે આવો સજન પાસે મળું સપના ઉચેરાથી.

તમારી જિંદગી ખાતર અમે વેઠી જગત ઘાતો,
કહોતો લાગણી રોપું નવા ઉજળા સવેરાથી.

સહીને રોષની પીડા ફગાવી હેતની દ્રિધા,
હવેતો ભય વધુ લાગે સનમ ખોટા બખેડાથી.

ઉછાળી જો કરમ કોડી ઉમંગોના ઉમળકાએ,
નભાવું સ્નેહનો નાતો ધરી બાગો બસેરાથી.

વિસારીને ખતા સારી અમે યાચી વફાતારી,
બનું તારો હ્રદય સ્વામિ ફરીને સાત ફેરાથી.

મચલતા થનગને મનના તરંગી ભાવ હરખાતા,
સજાવું આશના તોરણ નવા ઘરના કઠેરાથી.

નજર ખોળી રહી ચારે તરફ બસ દીદની પ્યાસી,
બચાવીજાતનેમાસૂમ સમયના ઘાત ઘેરાથી.

                    માસૂમ મોડાસવી.

No comments:

Post a Comment