મૌન....
ટ્રાફિકનાં કોલાહલથી
કંટાળીને ઘરમાં પ્રવેશતા એ પ્રફુલ્લિત
ચિત્ત વિચારે ચડી ગયુ.
પણ..
તારુ મૌન
એ ટ્રાફિકનાં શોરબકોરથી
પણ ચઢિયાતું લાગતું.
હમેશાં મૌન તોડવાના પ્રયત્નોમાં
એક નવી કૂંપળ ફૂટે એમ
નવું જ મૌન પ્રાપ્ત થતું.
એ મૌન પણ કેવું!!
ક્યારેક મને શાંત કરીને
પછી વમળ ઊભાં કરે,
તો કોક 'દિ તો લાકડાંની ફાંસ જેમ ખૂચે.
વળી..
ચશ્માં પર લાગેલી ધૂળ જેવું તો,
ક્યારેક
શર્ટ પર ટાંગેલા બટન જેવું.
હા,કોક દિવસ એનો આનંદ પણ ખરો.
ત્યા સુધી કે,
જ્યાં સુધી ડેરી મિલ્ક જેવું ક્ષણિક હોય તોજ ,
લાંબી ચ્યુઇઁગમ જેવું નહીં.
તારાં મૌન નો ખાડો
ઊલેચવાનાં પ્રયત્નોમાં,
મારી રક્તવાહિની પણ ખાલી થતી,
ને શ્વાસનળી તોબા પોકારતી.
મહેનતનું ઘનીભવન થતું,
ત્યારે ભીતરમાં પ્રસ્વેદ વર્ષા થતી.
અંતે થાકી-હારી..
તારી લાગણીનાં અધકચરા સ્પર્શ સાથે,
એ મૌન જાણે મારામાં પ્રવેશતું.
પણ,મૃગજળ જેવું.
ને તારું મૌન???
-જ્ન્નત
પિનલ સતાપરા
No comments:
Post a Comment