Monday, 30 January 2017

ગઝલ

ગઝલ
મારી કાયા અને આતમા કાયદેસર ગરમ રાખું છું.
સાથે સાથે નયનમાં, હૃદયમાં, મગજમાં શરમ રાખું છું

જિંદગી એટલી કારમી થાપટો મારી ગઈ છે મને,
તે છતાં, આવ ને જોઈ લે, ડાબી છાતી નરમ રાખુ છું.

જે સમય જે સ્થળે તું ગયો, એ સમય એ સ્થળે છું હજુ,
જાણું એ સાવ ખોટો જ છે તોય ખોટો ભરમ રાખું છું.

નારીયેળી નીચે છાયડો શોધવાની મથામણ કરું,
એ મળે, ના મળે પણ વટેમાર્ગુનો હું ધરમ રાખું છું.

ભાગ્ય ખિસકોલી જેવું હશે, રામ પસવારશે હાથથી,
જેટલાં શક્ય કરવાં બને, ધર્મસંગત કરમ રાખું છું.
== મંથન ડીસાકર (સુરત)

No comments:

Post a Comment