☆ગઝલ - જવાતું હોય તો ?☆
વાણીની ધારે જવાતું હોય તો ,
મૌનથી બોલી શકાતું હોય તો .
સર્વ વિધ્યા વેદની આવી વસો ,
જીહવાગ્રે વરને વરાતું હોય તો .
જાળવો પંખીપણાને દિલથી,
માળામાં જીવી જવાતું હોય તો.
દ્રશ્યને આપી દઉં સ્વપ્ન વટો ,
રૂબરૂ આવી મળાતું હોય તો.
★દિલીપ વી ઘાસવાળા★
No comments:
Post a Comment