જેમ ડાળે પુષ્પ નવું ખીલાવી દીધું,
એમ અમેય અતિતને ભૂલાવી દીધું.
એનું આગમન પણ છે જાણે વસંત,
જેથી દિલ ને અમેય સજાવી દીધું.
નવા સફર ની કરી લીધી છે તૈયારી,
અશ્રુને આંખોમાં જ દબાવી દીધું.
ક્ષિતિજ સંગાથે મિલન અનેરૂ છે,
એ હૈયાને સ્મિતથી સમજાવી દીધું.
તમે મળ્યા તો થયો આજ આનંદ,
તૂટેલા મનને 'પ્રીત' ફરી મનાવી દીધું.
@priti bhatt "prit"
No comments:
Post a Comment