||છંદ રેણકી||
પરવત પત પતન વતન પર ગર બન જન હર વિરવર જાગ હવે
રણ ચડ બસ સમર મગર ગર કર મત મરદ મદદ કર ભોમ ચવે
શઠ શશ મત સમજ મગજ મત શમ કર શર કર ધર તજ યવન પરે
ભડ નર વિર સમર અમર અવસર કર ડટ કર રણ પથ શપથ કરે
હરકત કર યવન હવન જન તન મન ધન ધર પર ગર વાર કરે
અબ મત કર સહન નયન રખ તક પર મરદ મરણ મર ગગન પરે
નર કર ધર ખડગ અડગ રથ રણ ધર હરહર ભડ પણ રટણ કરે
ભડ નર વિર સમર અમર અવસર કર ડટ કર રણ પથ શપથ કરે
-કવિ ધાર્મિકભા ગઢવી
No comments:
Post a Comment