Sunday, 1 January 2017

અછાંદસ

ટોપલો ભરી યાદોનો
હૈયામાં ઠાલવી ગયા,
જતા જતા હોઠનો
પ્યાલો હોઠે ટકારાવી ગયા.
પ્રીત તણી પ્યાસ ની આગ લાગી છે,
દિલે વાંસળી તારી પ્યારની વાગી છે
હવે તું વહે છે રગે રગમાં
રક્ત થઈને,
વિરહની બેલા બહું આકારી લાગે છે.
મિલન એ માત્ર વિરહ પહેલાની ખુશી છે,
મને તો તારી આ ઇન્તેજારી હવે પ્યારી છે.

-સંદીપ ભાટીયા

No comments:

Post a Comment