Wednesday, 25 January 2017

બે રચના

કવિત
...........
જુદી જુદી રીત આજ, શ્વાન મોત ભાળી ભાળી,
તેદી તેદી મોત મહીં, મજા લાગી ખાલી હે.
જૂની જૂની વાત કહું, મર્દો હાલે સજી ધજી,
યુદ્ધ દ્વાર પોંચી પોંચી, સાંચે મોત ઢાલી હે.
અંગ અંગ લાગી લાગી, દાવા નળ ખરી ખરી,
ક્ષાત્ર વટ ઝારી ઝારી, ધ્રંમ્ ધજા ઝાલી હે,
કૂદી રણ માથે જેદી,ઝાકા ઝીક બોલે ખાંડા,
લડી લડી મરે "વીર",મોત વાલી વાલી હે.
....
-વીરેન્દ્રસિંહ વાઘેલા"વીર".

જિંદગી તો જાણે એક નિબંધ છે,
લાગણીયે બધાંય તો સબંધ છે,
રસ્તા તો નકશા બતાડે "વીર"
બાકી અજવાળા ક્યાં અંધ છે,
....
-વીરેન્દ્રસિંહ વાઘેલા

No comments:

Post a Comment