Tuesday, 24 January 2017

ગઝલ

*બહારથી લાગે છે ફેલાઈ ગયો
સાવ પારાવાર બંધાઇ  ગયો

જાતને બુઠ્ઠી કરી, માંજી  અને
સાવ હીરા જેમ ચમકાઈ ગયો

એમ મેં અળગી કરી આ જાતને
જીવ તારા નામે ખરચાઈ ગયો

લાજ તેં રાખી હરિ આ પ્રેમની
આજ તારા કાજ ચરચાઈ ગયો

કામ,ક્રોધે, લોભ, મોહે  જીવડો
સાવ અંધાધૂંધ અટવાઈ ગયો

તું હરિ છે, તું સનમ ને, તું સખા
આવ ને હું રાહ ભટકાઈ ગયો

દેવ તારા ધામમાં લેજે હવે,
આતમા તારા મહીં મા'ઈ ગયો

----------હેમા ઠક્કર "મસ્ત "---------24-1-2017

No comments:

Post a Comment