Thursday, 23 February 2017

ગઝલ

છંદ.  ગાલગા  4  આવર્તન

પથ્થરો અંકુરી કુંપળો ફૂટશે,
ચીસ પાડી ખડક પથ્થરો તૂટશે,,

કો' નહીં સાંભળે એમ આક્રોશ જ્યાં,
આંખથી અશ્રુનાં ધોધવા છૂટશે,,

વેંહવારું બની સાચવો યાદને,
દુન્યવી ત્રાસ, અસબાબ આ લૂંટશે..

સાચવો કંટકો પણ કદી પ્રેમથી,
રે' એ સૌરભ, જો દુનિયા ફુલો ચુંટશે,..

તૃપ્ત "તૃષા" થશે અશ્રુઓથી કદી ?
અશ્રુમાળાનુ મોતી યે એક ખુટશે..

તૃષા

No comments:

Post a Comment