Thursday, 23 February 2017

ગઝલ

તરહી ગઝલ :-

સૌ પ્રથમ સાથ આપો પછી પૂછજો,
હાથમાં હાથ આપો પાછી પૂછજો.**

આંખથી થાય વરસાદ ના પૂછશો,
સ્વપ્ન સોગાત આપો પછી પૂછજો.

છે સતત ઝુરતી યાદ, ના પૂછશો,
તૃપ્ત હાલાત આપો પછી પૂછજો.

સ્પર્શની હાલ એ વાત ના પૂછશો,
ગાલ પર ભાત આપો પછી પૂછજો.

હોય કેવો એ આશ્લેષ ના પૂછશો,
હુંફથી બાથ આપો,પછી પૂછજો.

માપતાં જો ઘટે દર્દ ના પૂછશો,
દર્દને મ્હાત આપો,પછી પૂછજો.

પ્રેમ સંતોષનું હાર્દ ,ના પૂછશો,
કૈફની રાત આપો, પછી પૂછજો.

ક્યાં વધે છે 'તૃષા' એમ ના પૂછશો
પૂર્ણ એક રાત આપો, પછી પૂછજો.

'તૃષા'.......

No comments:

Post a Comment