ગા લ ગા ગા લ ગા ગા લ ગા
(मुतदारिक मुसद्दस सालिम)
ગેબનો તાલ જોયા કરો
ના કરો રાવ રોયા કરો
દાખડા હોય દુ:ખનાં કદી?
ફેરવી આંખ ,લોયા કરો
માણવા જે મળે તે ક્ષણે
જાતને સાવ ખોયા કરો
આ સબંધો તણી પાટમાં
ખોબલે વ્હાલ ઓર્યા કરો
પાકશે કોણ કલ્કી બની
ભીડમાં જાવ શોધ્યા કરો
સાર બસ રાખ છે છેવટે
છો તમે લાખ દોડ્યા કરો
Medha Antani
23/2/17
No comments:
Post a Comment