Thursday, 23 February 2017

ગઝલ

ગાલગા *4
જો કફનમાં હવે મુખ સંતાય છે.
શ્વાસથી આ હવે દેહ ગભરાય છે.

આટલો પ્રેમ તું આજ છલકાવ ના,
કે મરણ બાદ મન મારુ મુંઝાય છે.

રાખશો પણ હવે ક્યાં સુધી સાચવી,
દેહ આ શ્વાસ વિના જે ગંધાય છે.

આજ સંજીવની સ્પર્શ ના આપ તું,
થઈ સજીવન ફરી લાશ થઈ જાય છે.

છાંટ અત્તર હવે ના તું મૃત દેહ પર,
શ્વાસ *સર્જક* પછી કયાંક રુંધાય છે

*-ગૌતમ પરમાર "સર્જક".*
*મોરબી જીલ્લા સાહિત્ય વર્તુળ*

No comments:

Post a Comment