ગૌતમ સાથે સહિયારી gazal
ફૂલ માફક આ હૃદયને સાચવું,
એક ત્યાં કંટકની ક્યારી જોઈએ.
જ્યાં પરસ્પર લાગણી ભેટી પડે,
પ્રેમને હૈયે સવારી જોઈએ.
મોહ માયા થી રહું છું હું પરે,
લાગણી પણ બ્રહ્મચારી જોઈએ.
.આંખ ને પણ કર જરા નીચી
પાંપણ ને પણ કિનારી જોઈએ.
જિંદગી જીવીશું સાથે આપણે
ચાલ દર્દ ને સમારી જોઈએ.
પ્રેમ ક્યાં છે હવે આ દિલોમા
નિભાવા વફાદારી જોઈએ
અગાસી પર જો સુવો તો
ચાંદો પર મારે પથારી જોઈએ.
સાવ નથી કોરો કાગળ મારો
શબ્દોમાં સમજદારી જોઈએ
રૂપાલી ચોક્સી "યશવી"
No comments:
Post a Comment