Thursday, 23 February 2017

ગઝલ

ગાલગા ગાલગા ગાલગા ગાલગા

લાગણીશીલ હું ને હદય છે કવિ.
લઈ કલમ કાગળે એટલે ઠાલવી.

લાગણીમાં હવે ના વહાવો મને,
માંડ કાંઠે પહોંચેલ છું માનવી.
             
ક્યાં જરા હૂંફનો  પ્રેમ મળશે હવે ?
લાગણી ભક્ષ તો છે હૃદય દાનવી.
          
 મુજ હૃદય કેમ આ લાગણી પીગળે,
શું હૃદય નાભિમાં ક્યાંક રહે છે રવિ ?
               
ચાલ *સર્જક* હદયમાં જ દફનાવીએ,
લાગણીની કબર જ્યાં બને છે નવી.                

*ગૌતમ પરમાર "સર્જક",*
*મોરબી જીલ્લા સાહિત્ય વર્તુળ*

No comments:

Post a Comment