જો અગાસી ઉદાસ બેઠી છે
ને ખુણે ક્યાંક આસ બેઠી છે.
થાંભલો ક્યારે વૃક્ષ થઇ જાશે
ચાંચ પંખીને પ્યાસ બેઠી છે.
કો' પતંગિયુ ભુલુ પડે બાગે
ક્યારે ક્યારે સુવાસ બેઠી છે
રોજ એ રોટી ઉકરડે શોધે
આંખ જે ભૂખી ડાંસ બેઠી છે.
એ જ કાયમ તને જગાડે છે.
વ્યક્તિ ભીતર જે ખાસ બેઠી છે.
શૈલેષ પંડ્યા
No comments:
Post a Comment