Thursday, 23 February 2017

ગઝલ

[2/23, 11:41 PM] ‪+91 73591 80528‬: શબ્દોનાં સુંદર બગીચામાંયે ન ખીલી શક્યું જે પ્રયત્નોથી કદી
પુષ્પ એક  નિશાની મદભરી નીરવતામાં તરત જ ઉઘડી ગયું

ને મૃગજળ ને પીવા સિવાય ત્યાં કશું હતું જ નહિ - છતાં પણ
રણ વગડામાં ફૂલ એક ખિલાવટ ના રવાડે અમથું જ ચડી ગયું

ક્યાંક કશુંક મોટી ને ખોટી ગેર-સમજ  જરૂર થઇ હોવી જોઈએ
નહીંતર માવઠામાં મારી પ્રેમબુંદ ચાતક બની કોણ ઝીલી ગયું ?

આગની ઘટના અફ્વાની જ હતી એ વાત હું યે નથી જાણતો ?
તો પછી આ સતનાં જંગલમાં ચિનગારી એક કોણ ચાંપી ગયું ?

સ્વપ્નની એક  ભ્રામક દુનિયાનાં આ આપણે કેવાં નિર્દોષ પાત્રો !!
તો પછી આ રંગભૂમિ ઉપર કહો કોણ સાચો અભિનય કરી ગયુ ?

પરોઢિયે "પરમ" ઝાકળ ના મોતી પરોવ્યા હતાં એક માળામાં
સમી સાંજે "સુરજ"ની જેમ ઉગી કોણ "પાગલ" એને તોડી ગયું ?

ગોરધનભાઈ વેગડ (પરમપાગલ)
[2/24, 12:04 AM] ‪+91 73591 80528‬: ઝખ્મો સામે જઝુમું છુ ને નવું બળ મેળવું છુ
નવું બળ મેળવીને દિલને રોજ જ કેળવું છુ

બાજી જિંદગીના જુગારની જીતવી છે અઘરી
પાના તો છાનોમાનો કેટલાયે રોજ સેરવું છું

ગૂંચવણોમાં હવે એવો તો અટવાઈ ગયો કે
નીકળવાના પ્રયત્નમા જાતને જ ભેરવું છું

ભલેને એ હોય ગોકુળનો ગોવર્ધન પર્વત
હુંયે કાળિયાની ટચલી આંગળીનું ટેરવું છું

મને ભરોસો છે મારા "પરમ" પ્રેમ પર પૂરો
તો જ "પાગલ" થઇ તારી જ માળા ફેરવું છું

ગોરધનભાઈ વેગડ (પરમપાગલ)

No comments:

Post a Comment