સવારે સજાવે
અથડાતા બચાવે.
સ્મરે ખાલી ઘણું અપાવે
ભોળો પળમાં અઢળક અપાવે.
નામ લેવાય જાણે અજાણે
એ તો બસ તારી જાણે.
ખુદ ભલે ફકીરી અપનાવે
બંદગી એની અમીર બનાવે.
આપ્યું છે સદા આપતો રહેશે
ભોળો છે ભક્ત પર સદા વરસતો રહેશે.
છે ના સદેહે
દેહને સમયે મારતો રહેશે...
આતમને ખુદમાં સમાવતો રહેશે...
દેવ "નીલ"નો મહાદેવ..
જીવ શિવનું મિલન અવિરત સર્જાતો રહેશે.
રચના: નિલેશ બગથરીયા
" નીલ"
મહાદેવ હર ...
No comments:
Post a Comment