આંબા ડાળે કોયલ જોઈ, કુદરત સાથે કોફી પીધી.
ડુસકા ભરતી અઢળક રોઈ, કુદરત સાથે કોફી પીધી.
છાની રાખી બે પર્ણોએ, નાજુક હાથે અશ્રુ લુછ્યા,
સૌ બોલે છે એને ફોઈ, કુદરત સાથે કોફી પીધી.
ચારે બાજુ વાતો ફેલાઈ, આવી પિતૃઓની ટોળી,
કાઢો આ દુષ્ટોને કોઈ, કુદરત સાથે કોફી પીધી
સૂરજ કિરણોનો આવ્યો રથ, ચાંદામામા લાવ્યા ટાઢક,
કોયલ ચાંદો ભાળી મોઈ, કુદરત સાથે કોફી પીધી.
અંતે આખી વાતો વણસી, સૌ એ આજે કુદરત કોસી,
વરસાદે ઘટનાને ધોઈ , કુદરત સાથે કોફી પીધી.
-શીતલ ગઢવી"શગ"
No comments:
Post a Comment