મહેકતું મન અકારણ આખરે એ ડહોળવા બેઠો,
ભરેલા પાત્રને હાથે કરીને ઢોળવા બેઠો.
પ્રથમ દોડી અને ડૂબી ગયો છે ઘેનમાં આખો,
પછી પાછો ઢળેલી જાતને ઢંઢોળવા બેઠો !
મનોરથ સાવ માંદા છે જુઓ આ મૂઢ માણસના,
હજી ફૂટ્યું નથી એ પાંદડું પણ તોડવા બેઠો !
દયા એની મને આવી રહી છે એ જ કારણથી,
નજર સામે જ છે એ દૂર જઈને ખોળવા બેઠો !
હતા પગ સાબદા ને ઢાળ પણ સામે હતો પાછો,
છતાં સીધાં ચઢાણે પગ વગર કાં દોડવા બેઠો ?
–નીતિન વડગામા
No comments:
Post a Comment