*જાગી લાગણીઓ*
ઉંબર આવી જુવાની મારાં મનનાં મોર ટહુક્યાં,
ઉરે થઈ આંખોમાં મારાં સપનાં ઝગમગ ઝબુક્યાં.....
હથેળીમાં મારી મહેંદી લીલી ભરીશ,
કયાંક તેમાં નામ તમારું લખીશ,
રંગ નિખરશે રાતા સૂરજનાં ઓજશ તેમાં લીપટ્યાં,
ઉરે થઈ આંખોમાં મારાં સપનાં ઝગમગ ઝબુક્યાં.....
પ્રિતનાં રંગે રંગેલી ચૂંદડી ઓઢીશ,
આછેરો પાલવ થોડો હું ઉરે ધરીશ,
આંખોમાં આંજીશ સૂરમાં,એમાં શમણાં તમારાં પરોવ્યા,
ઉરે થઈ આંખોમાં મારાં સપનાં ઝગમગ ઝબુક્યાં.....
ઉંબર આવી જુવાની મારાં મનનાં મોર ટહુક્યાં,
ઉરે થઈ આંખોમાં મારાં સપનાં ઝગમગ ઝબુક્યાં....
કાજલ કાંજિયા 'ફિઝા '
No comments:
Post a Comment