Thursday, 23 February 2017

ગઝલ

. તારી શોધમાં .

આવી છું તારા શહેરમાં , તારી ગલીએ તારી શોધમાં,
મળ્યો તું તોયે એક અજાણ્યો લાગ્યો મને  તારા રૂપમાં,

હા! ચાહું છું તને એજ દીવાનગીથી આજેય હું,
પણ પાગલ મને ગણી મારા પર તું આમ હસમાં ,

તું પણ ચાહે મને એવું હું ક્યાં કહું છું,
પણ હું તને ઝંખું છું  મારી ઝંખનાને તું ટોકમાં,

તારા દીધેલા ઘાઓને ભેટ સમજી સાચવ્યા છે,
હજી દઈ શકે છે વધુ ઘા પણ જુના ઘાને ખોદ માં,

તારી યાદો થી જ તો ખુશ રહું છું,
તને યાદ ન કરવાનું કહી મારી ખુશીઓ રોકમાં ,

મળવા છતાં સમજુ કે મળ્યો નથી તું,
અને ફરી હું જાણે ઘૂમી રહી છું અહીં તારી શોધમાં.

Ekta

No comments:

Post a Comment