ક્ષણ ક્ષણનાં ફૂલોનું ગુંથન
વાસંતી યાદોનું મંથન,
ડાળે-ડાળે ખીલે સ્વપ્નો
મન ચમને ભમરાનું ગુંજન,
ઝાકળ આસવ પીધો પ્યાલી,
ઘૂંટે-ઘૂંટે જાગે સ્પંદન,
અધરો ઢાળે રસ સૂરાહી,
બુંદે-બુંદે ભીનાં કંપન,
પાંપણ ઢાળી શરમાતી હું,
પ્રિયવર ચુમતા ગાલે ખંજન,
કસકસતું દીધું આલિંગન,
લજજા કેરાં તૂટ્યા બંધન,
પંખ-તુષારી પુષ્પો ફોરે,
સ્પર્શી પર્ણે-પર્ણે ચુંબન,
પૂર્ણિમા ભટ્ટ. "તૃષા"
No comments:
Post a Comment