*પલ | હૃદયનો સીધો અનુવાદ*
જીતનો શણગાર નોંખો છે,
હારનો વ્હેવાર નોંખો છે.
તું હવાને ચેતવી દેજે,
શ્વાસમાં ભેંકાર નોંખો છે.
કારમી રીતે અમે હાર્યા,
તો ય જે-જે'કાર નોંખો છે.
આંસુનો અનુવાદ ના કરશો,
શબ્દનો વે'પાર નોંખો છે.
શ્વાસ રોકી સાંભળી જોજો,
દર્દનો કહેનાર નોંખો છે.
*આલાપ*
#CM_Sarkaar
No comments:
Post a Comment