Friday, 24 February 2017

ગીત

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

ઉપર વાદળ ગરજે,
નીચે રેશમ રાતો વરસે,
ધીંગી ધારે ઘરા તરસે.

જલતરંગી કાગળ અક્ષર જેવા આડા
અવળા લાંબાટૂંકા પોત સફેદી ધરતા,
એકવાર પડેલી ભાતો ફરી ફરી ન ઉપડે
એવા જોમ રોમ જડેલા અખતરા પણ કરતા.
પલપલના પલકારા લેતી વીજ ઝબૂકે
હળવા ભરતાં ભરત સધળાં ચિત્તડે ઠરશે.
ઉપર વાદળ ગરજે નીચે રેશમ રાતો...

અંદરના ઘંટ મૃદંગા શરણાઈ તૂરી
માઝમ માઝમ બોલે રે વણ તીણા તારે,
ભીની રેતીને ભભરાવી સહરા જેવો
પથરાટ કરંતી નસનસ પૂગી જંતર ભારે.
થોડું થોડું ગળશે દળશે ઢળશે ખેલ ખલેસી
યાદો પગ લંબાવી અડીંગો અજમાવે
ને નહિ ખૂટ્યા લગ છાંયે છાંયે ફરશે.
ઉપર વાદળ ગરજે નીચે રેશમ રાતો.....

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

No comments:

Post a Comment