Friday, 24 February 2017

ગઝલ

*પ્રેમ તારો*

ભગવાનનાં આશિષ સમો લાગે મને પ્રેમ તારો,
જીવનનો એક સહારો લાગે મને પ્રેમ તારો.

દુ:ખમાં દુવા વરસાવતો લાગે મને પ્રેમ તારો,
થોડો અધૂરો પણ,મને મારો લાગે પ્રેમ તારો.

કવિતામાં ગીતા સમો લાગે મને પ્રેમ તારો,
એક પહેલી સમો લાગે મને પ્રેમ તારો.

જ્યાં જાઉં ત્યાં તડપાવે મને પ્રેમ તારો,
છતાં  પ્યારો  લાગે  મને  પ્રેમ  તારો.

કૃષ્ણનો  હતો  રાધા  તરફ  જેવો,
એવો  પવિત્ર લાગે  મને પ્રેમ તારો.

કાજલ કાંજિયા 'ફિઝા'
24/2/2017

No comments:

Post a Comment