Friday, 24 February 2017

ગઝલ

.
દૂરથી પણ પાસ આવે તો ગમે,
ને બનીને દાસ આવે તો ગમે.

એટલે તો ઉંઘવાનું રાતમાં,
સ્વપ્ન એનું ખાસ આવે તો ગમે.

જીવને ગમતું નથી વેરાનમાં,
જો મિલનનું ઘાસ આવે તો ગમે.

જીંદગીમાં દુઃખ ભલેને આવતું ,
સ્હેજ સુખનો ભાસ આવે તો ગમે.

ફૂલનાં અત્તર મને ગમતાં નથી,
હાંફતો જો શ્વાસ આવે તો ગમે.

સાવ કોરી પાંપણો શોભે નહીં,
રોજ જો ભીનાશ આવે તો ગમે.

તે ઉદાસી સાંજને જોયાં કરે,
ને કહે છે "નિરાશ" આવે તો ગમે.

             રત્નેશ અલગોતર "નિરાશ"

No comments:

Post a Comment