Friday, 24 February 2017

ગઝલ

લાગે ના જેને એ ભૂખ કે પ્યાસ જેવો છે પ્રેમ.
ભક્તને કોઈ ફળે ઉપવાસ જેવો છે પ્રેમ.

વર્તુળો સમ્પર્કના મોટા ભલે હો કાયમ
દૂર છે જે  કેંદ્રથી એ વ્યાસ જેવો છે પ્રેમ.

ઓડકારા સૌ અમીના પામીને પણ ચાહે;
મુખમા મમરાવા એ મુખવાસ જેવો છે પ્રેમ.

 માનવીના આ હદયનું છે સમર્પણ એવું;
વ્યસ્તતા વચ્ચે મળે નવરાસ જેવો છે પ્રેમ.

કૂંપળો જડમૂળથી લે કાપી જા *સર્જક*ના;
 દર્દનો હૈયે સતત વિકાસ જેવો  છે પ્રેમ.

*ગૌતમ પરમાર "સર્જક"*
*મોરબી સાહિત્ય જીલ્લા વર્તુળ*

No comments:

Post a Comment