Wednesday, 1 February 2017

અછાંદસ

વહી ગયો  ગ્રીષ્મ રુતુ
આવ્યો વસંત
મહોરતી આર્મમંજરી
કલ્પના ને  ગગને ઉડતો મનમોર 
ભાવભીની ખુશ્બુ ગુલાબી
વાયરાસંગ મદમાતી
હળવેકથી હોઠો પર આવી
સફૂરતા મધુર સૂર
એક કલ્પકતા ની દુનિયામાં
કયારે ખોવાઈ જાઉં છું
ખબર જ નથી મને
આ પ્રકૃતિના ખોળે  ખોવાઈ જવાનું સૌભાગ્ય મળવા બાબત મને ખુશી જ છે ખૂબ
રાત્રે આકાશમાં ચંદ્ર અને
તારા ને નિહાળી રહું છું
મનભરીને
વિસ્તરતી કવિતા વિસ્તરતા વિચારોમાં ડૂબકી લગાવીને પાછા ફરવાની મજા કંઈ ઔર જ છે.
દીપાંજલી
દિપાબેન શિંપી

No comments:

Post a Comment