" હ્રદયમાં તારા વિશ્વાસ બનીને રહેવું છે મારે,
હર એક શ્વાસો-શ્વાસ બનીને રહેવું છે મારે..
સાથ જીવનભરનો હવે છૂટશે નહિં કદાપી,
હરક્ષણ બસ આભાસ બનીને રહેવું છે મારે..
પૂરા થશે આપણાં જોયેલાં સાથ સપનાઓ,
તારી હર એક આશ બનીને રહેવું છે મારે..
આવશે નહિં કદાપિ કોઈ દૂ:ખના દહાડાઓ,
હરપળ બસ ઉલ્લાસ બનીને રહેવું છે મારે.8.
વિખેરશે 'જનાબ' વિરહના વાદળો હેતથી,
પ્રેમ કેરા પુંજનો પ્રકાશ બનીને રહેવું છે મારે.."
- વિક્રમ સોલંકી 'જનાબ'
No comments:
Post a Comment